આવી જ પરિસ્થિતિ ફરી કપિલ શર્માના સેટ પર ઉભી થઇ હતી. ફિલ્મ ‘ગહેરાઇયાં’નું પ્રમોશન કરવા માટે દીપિકા પાદુકોણ કપિલના કોમેડી શોમાં પહોંચી હતી, ત્યારે કપિલનાં હાવભાવ બદલાઇ ગયા હતા. જેનો શો ના મેકર્સે એક પ્રોમો વીડીયો શેર કર્યો છે, એકસ્ટ્રેસ શો ની સ્ટાર કાસ્ટ ડાયરેકટર શકુન બત્રા સાથે નજર આવી રહી છે. કોમેડિયન કપિલ શર્મા વારંવાર પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’માં દીપિકા પાદુકોણની વાત કરતો રહે છે.
Visit Saurashtra Kranti Homepage here
દર્શકોને ભરપુર મનોરંજન પુરુ પાડતા આ શોમાં એક પછી એક બોલિવુડ સ્ટાર્સ પોતાના ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવતા હોય છે. કપિલના આ કોમેડી શોની દ્યણી એકસટ્રેસ પણ પ્રશંસક છે, ત્યારે દીપિકાના આવવાથી કપિલની હાલત શું થાય છે, તે દર્શકોએ ઘણા શોમાં પણ જોયું છે. કપિલ શર્માના શોમાં દીપિકા જેટલી વાર પણ ફિલ્મનાં પ્રમોશન માટે આવી છે, તેટલી વાર કપિલ શર્મા પોતાના પ્રેમનો એકરાર કરતા થાકયો નથી.
શો ના મેકર્સે શેર કરેલાં વીડિયોમાં દીપિકા પાદુકોણ, સિદ્ઘાંત ચતુર્વેદી, ધૈર્ય કરવા અને અનન્યા પાંડે શોમાં પહોંચ્યાં હોવાનું જોવા મળે છે. વીડિયોમાં સૌથી વધુ દીપિકા અને કપિલની વચ્ચેની કેમિસ્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. કપિલ શર્મા દીપિકા માટે એક ગીત પણ ગાતો જોવા મળ્યો છે, હમે તુમસે પ્યાર કિતના.. સોન્ગ ગાઇ રહેલ કપિલ જાણે પોતાના પ્રેમનો ઇજહાર કરતાં હોય તેમ લાગી રહ્યું છે. દીપિકા પણ પણ તેની સાથે તાલ મલાવતી જોવા મળી રહી છે.
Read About Weather here
કપિલ શર્મા, દીપિકાનો આ જવાબ સાંભળીને ગદગદ થઈ જાય છે અને વાત-વાતમાં પોતાનો પ્રેમ જાહેર કરવા લાગે છે અને બોલે છે કે, હું દીપિકા માટે બધી જ મિલકત ખર્ચી નાંખીશ. આમ કપિલ શર્મા પોતાનો આગળનો સવાલ પણ ભૂલી જાય છે. આ પ્રોમો વીડિયો જોઇને લાગે છે કે, આગળનો શો દ્યણો મજેદાર થવાનો છે.કપિલ શર્મા દીપિકા પાદુકોણને પૂછે છે કે, તમને કોઈની સાથે કોમેડી ફિલ્મ કરવી પડે તો તમે કોની સાથે કરશો? જેના પર દીપિકા પાદુકોણ પોતાના જવાબમાં કહે છે, કે તમે એ ફિલ્મ ડાયરેકટ કરો, અને મારા કો એકટર પણ બનો, તમે ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી શકો છો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here