દિવાળી તહેવારો પર રાજયભરમાં જોરદાર ભેળસેળ વિરોધી ઝુંબેશ

દિવાળી તહેવારો પર રાજયભરમાં જોરદાર ભેળસેળ વિરોધી ઝુંબેશ
દિવાળી તહેવારો પર રાજયભરમાં જોરદાર ભેળસેળ વિરોધી ઝુંબેશ

કેન્દ્રની ચાર અને રાજયની છ ટુકડીઓ દ્વારા જોરદાર ચેકીંગ શરૂ કરાયું: તમામ શહેરોમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી, 3 હજાર સેમ્પલ લેવાયા, 3 નિષ્ફળ: દૂધ સહિત ખાદ્ય પદાર્થોમાં ભારે ભેળસેળની અનેક ફરીયાદો મળતા જોરદાર કાર્યવાહી શરૂ

દિપાવલીના પાવન તહેવારો પર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના દુષણને દામવાના આસયથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગુજરાતભરમાંં મોટા પાયે જોરશોરથી ભેળસેળ વિરોધી ઝુંબેશનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં કેન્દ્રની ફૂડ વિભાગની ટુકડીઓ પણ ખાદ્ય પદાર્થની ચકાસણીની કામગીરીમાં જોડાઇ છે. રાજયભરમાં વ્યાપક પણે ચેકિંગ અને ટેસ્ટીંગનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી પગલે ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેંલાઇ ગયો છે.

ભેળસેળ વિરોધી ઝુંબેશમાં કેન્દ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ચાર ટીમ તથા રાજય સરકારની છ ટીમો જોડાઇ છે. વિવિધ ખાદ્ય ચિજોનાં 3 હજારથી વધુ સેમ્પલ અત્યાર સુધીમાં લઇને લેબોરેટરીમાં ચકાસણી કરાવવામાં આવી છે.

એ પૈકીના ત્રણ સેમ્પલ નિષ્ફળ જતા જરૂરી કાનુની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાદ્ય પદાર્થોનું સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહયું છે. રાજયભરમાં ટુકડીઓ ધુમી વળી છે અને જોરશોરથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

રાજયના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દૂધ સહિત અનેક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની મોટાપાયે ફરીયાદ લોકોમાંથી મળી હતી. તેના પગલે રાજય વ્યાપી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જેથી કરીને ભેળસેળ કરનારા તત્વો આવી અનૈતિક પ્રવૃતિથી વાજ આવી જાય અને ખાદ્ય ચીજોમાં ભેળસેળ ન કરે. આવા ખાદ્ય પદાર્થો જયાંથી મળે એવા વેપારીઓ અને ધંધાર્થીઓ સામે કડક હાથે કાનુની પગલા લેવાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

રાજયમાં છેલ્લા કેટલાક સમયથી લગભગ તમામ પ્રકારના ખાદ્ય પદાર્થો અને કઠોળ, દાળ જેવી ખાદ્ય વસ્તુઓમાં પણ મોટા પાયે ભેળસેળ થઇ રહયાની રાજયના ખુણેખુણેથી ફરીયાદો ઉઠી હતી.

ભેળસેળ વાળુ નકલી ઘી, કેમિકલ નાખેલુ દૂધ, મરચા અને મરી-મસાલા અને હળદળમાં ભેળસેળ સહિતની ફરીયાદો સમાજના ભલભગ દરેક વર્ગોમાંથી સરકારને મળી હતી. આથી ચોકી ઉઠેલી કેન્દ્ર અને રાજય સરકારોએ રાજયના ભેળસેળીયા બેફામ તત્વો સામે જોરદાર સંયુકત ઓપરેશન શરૂ કરી દીધુ છે.

જેના પગલે ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાય ગયો છે અને દોડધામ મચી ગઇ છે. કેન્દ્ર અને રાજયના ફૂડ વિભાગની કાર્યવાહીને લોકોએ વ્યાપક આવકાર આપ્યો છે અને તહેવારો પર સતત આ ઝૂંબેશ ચાલુ રહે તેવી લોકોએ જોરદાર માંગણી કરી છે.

દૂધ સહિતના ખાદ્ય પદાર્થમાં અખાદ્ય ચીજો ભેળવીને લોકોના આરોગ્યને જોખમમાં મુકી રહેલા આવા તત્વો પર શખત કાર્યવાહી થવી જોઇએ અને સખતમાં સખત સજા થાય એ દિશામાં કામગીરી થવી જોઇએ એવું લોકોમાં ચર્ચાઇ રહયું છે.

આવા તત્વો કાયદાની કોઇ પરવાહ કરતા નથી, એમને કોઇ સજાનો ડર હોતો નથી એવું લાગે છે. એટલે લોકોના જાન-માલ સાથે અવિરત ખેલ થતો રહે છે.

Read About Weather here

ભેળસેળના આ અપરાધને જળમૂળથી ઉખેડી નાખવાની જરૂર છે. એવી તીવ્ર લાગણી સમાજના દરેક વર્ગમાંથી વ્યકત કરવામાં આવી રહી છે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here