સગીર બાળક સાથે તેના ત્રણ મીત્રો પણ હતા. ઘટના શુક્રવાર સાંજે 5 વાગ્યાની છે. તેનો વીડિયો CCTVમાં કેદ થઈ ગયો છે. દિલ્હીના જહાંગીરપુરીમાં ધોળા દિવસે એક સગીર બાળકે જાવેદ નામના વ્યક્તિને ગોળી મારી દીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાવેદે સાત મહિના પહેલાં તે સગીર બાળકના પિતા સાથે મારઝૂડ કરી હતી. સગીર બાળકો બદલો લે માટે જાવેદને જાહેરમાં ગોળી મારી હતી.
Visit Saurashtra Kranti Homepage here
વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે, જાવેદ એક રસ્તા પર કોઈ દુકાન પાસે બેઠો હતો. ત્યારે ત્યાં ચાર બાળકો આવે છે. તેમાંથી એક બાળક આગળ આવીને જાવેદ પર ગોળી ચલાવે છે. ત્યારપછી તુરંત ચારેય બાળકો ભાગી જાય છે. પોલીસને જ્યારે ઘટનાની માહિતી મળી ત્યા સુધી દરેક આરોપી ભાગી ગયા હતા.
Read About Weather here
પરંતુ થોડી જ વારમાં પોલીસે દરેક આરોપીની ધરપકડ કરી લીધી છે અને કલમ 307 અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે. હાલ ઘાયલ વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.વીડિયોમાં એવું પણ જોઈ શકાય છે કે, ગોળી વાગ્યા પછી પણ જાવેદ તેની જગ્યાએથી હલતો નથી. તેથી અંદાજ લગાવી શકાય છે કે, ગોળી તેને અડીને પસાર થઈ ગઈ હતી અને તેને કોઈ ગંભીર ઈજા આવી નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here