દારૂબંધીના ધજાગરા…!

દારૂબંધીના ધજાગરા...!
દારૂબંધીના ધજાગરા...!
રાજ્યમાં દારૂ બંધી ખાલી કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. અવાર નવાર સોશિયલ મિડીયા પર દારૂના વિડીયો વહેતા થતા ગુજરાતમાં દારૂ બંધીની પોલ દારૂના વેપલાથી ખૂલી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

વારંવાર દારૂના વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી થાય છે. પરંતુ તે પહેલાં સ્થાનિક પોલીસ, એજન્સીઓ, નિષ્ક્રિય ભૂમિકા કોના કારણે ભજવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

રાજ્યમાં દારૂ બંધી ખાલી કાગળ પર છે તેવા વધુ બે વિડીયો સોશિયલ મિડીયા પર વહેતા થયા છે. જેમાં શહેરના ઓઢવ અને નિકોલ વિસ્તારમાં જાણે દેશી દારૂની ખુલ્લી છૂટ આપી હોય એમ દારૂનો વેપલો થઈ રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો.

પરંતુ આ વિડીયોમાં જણાવ્યા અનુસાર, ઓઢવ અને નિકોલ વિસ્તારમાં બે બુટલેગરો વહીવટદારની પરવાનગીથી ખુલ્લે આમ દારૂનો વેપલો કરી રહ્યા છે જો કે આ અંગેની ઉચ્ચ અધિકારીઓ અને એજન્સીઓ પણ કોઈ કાર્યવાહી ન કરતા હોવાની ચર્ચા છે.

આગાઉ ઘાટલોડિયા અને હવે ફરી એક વાર બે વિડીયો સોશિયલ મિડીયા પર વહેતા થયા છે જેમાં એક ઓઢવ વિસ્તારનો અને બીજો નિકોલ વિસ્તારનો હોવાની ચર્ચા છે.

જો કે આ બંન્ને વિડીયોમાં દેશી દારૂનો વેપલો એટલો જોરદાર ચાલી રહ્યો છે કે, જાણે ગુજરાતમાં દારૂની લાઇસન્સ સાથેની પરમિશન મળતી હોય તેવું લાગી રહ્યું છે. ખુલ્લે આમ જ દેશી દારૂની પોટલીઓનુ વેચાણ બુટલેગરો કરી રહ્યા છે.

જો કે સ્થાનિકથી લઈ ઉચ્ચ અધિકારીઓના વહીવતદારોની રહેમનજર હોવાના કારણે કોઈ કાર્યવાહી થતી નથી. સ્થાનિક પોલીસ નરેશ અને અન્ય બુટલેગરના ત્યાં દેખાડા પૂરતી નિલ રેડ કરી કામગીરી બતાવતા હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે.

ઓઢવમાં નવા પીઆઇ આવ્યા બાદ નરેશ નામના બુટલેગરનો વિડીયો વાઇરલ થયો છે ત્યારે હવે કંઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું છે. ત્યારે નિકોલમાં મન્નજી નામનો બુટલેગર દેશી દારૂનો વેપલો કરી રહી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી.

 અગાઉ પણ નરોડાના હંસપુરા વિસ્તારમાં એક પાનના ગલ્લા પર જ ખુલ્લે આમ દેશી દારૂનો વેપલો ચાલતો હોવાનો વિડીયો સોશિયલ મિડીયા પર વહેતો થયો હતો. અને બાફમાં કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

Read About Weather here

નિકોલ અને ઓઢવના દેશી દારૂના વેપલાનો વિડીયો જેવો સોશિયલ મિડીયામાં વહેતો થયો તેની સાથે જ કાર્યવાહી કરી લીધી હોય તેવી ચર્ચા લોક મુખે ચર્ચાઈ રહી છે.જે બાદ નરોડા પોલીસ ઊંઘમાંથી સફાળી જાગી ગઈ હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here