દંતાલી આશ્રમના પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનો 30મીએ અભિવાદન સમારોહ

દંતાલી આશ્રમના પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનો 30મીએ અભિવાદન સમારોહ
દંતાલી આશ્રમના પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનો 30મીએ અભિવાદન સમારોહ
દુનીયામાં અનેક પ્રતિભાઓ અને તજજ્ઞો વસે છે, કેટલાક તજજ્ઞો એવા છે કે જેમના નામ કરતા કામ મોટા હોય છે. આવા જ એક આધ્યાત્મીક તજજ્ઞ અને મહારથી જેમનામાં અર્વાચીન સુઝબુઝ, દિર્ઘદ્રષ્ટિ, લક્ષસિદ્ધિ, સુચારૂ વહિવટી જેવા ગુણો ઇશ્ર્વરે આપ્યા છે તેવા સ્વામી સચ્ચિદાનંદજી મહારાજને તાજેતરમાં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ હોય તેમનું અભિવાદન કરવા માટેનો જાજરમાન અભિવાદ સમારોહ રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લી.ના સોેજન્યથી અભિવાદન સમારોહ સમિતી દ્વારા કરવામાં આવશે, જેમાં જે સોેરાષ્ટ્રના ધર્માનુરાગીઓ અને સંસ્થાઓ જોડાશે.

Visit Saurashtra Kranti Homepage here

તા.30/5, સોમવારના રોજ સવારે 9થી 12ના સમય દરમ્યાન, હેમુગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ મુકામે યોજાનાર ‘અભિવાદન સમારોહ’માં અણદા બાવા સેવા સંસ્થા જામનગરના મહારાજશ્રી દેવીપ્રસાદજી અને જાણીતા તત્વચીંતક ડો.ભદ્રાયુ વચ્છરાજાની સ્વામી સચ્ચિદાનંદજીના ક્રાંતિકારી વિચારધારા વિષે પોતાની આગવી શૈલીમાં વકતવ્ય રજુ કરશે.

જયારે સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજને સોેરાષ્ટ્રની જનતા અને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવશે એવી જાણકારી મળેલ ત્યારે તેમને ખૂબજ હ્યદયપૂર્વક એક વિશેષ અપીલ કરેલ કે ભલે બધાને સન્માનીત કરવા સહમતિ આપજો પણ ભારત સરકારના ગો ગ્રીન અભિયાનને આગળ ધપાવવા માટે મોટા પુષ્પગુચ્છો, ફુલદાનીઓ, ફુલહાર વિગેરે ન લાવીને માત્ર એક ફુલ દ્વારા કરેલ સન્માન અમુલ્ય સોગાદ ગણાશે.

સ્વામી સચ્ચિદાનંદજી મહારાજની જીવનશૈલીની વાત કરીએ તો તેમના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા કહી શકાય. આ દુનિયામાં ઘણા ઓવા લોકો એવા હશે કે જેનામાં પ.પૂ.સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજ જેવા જે અર્વાચીન આધ્યાત્મીક ગુણો હશે. તેઓનો જન્મ 22 એપ્રિલ-1932ના રોજ, ચૈત્ર વદ બીજના દિવસે થયેલ હતો. તેમનું જન્મ સ્થળ મોટી ચંદુર.જી.પાટણ છે અને વતન: મુંજપુર છે. તેમનું પૂર્વાશ્રમનું નામ ન્હાનાલાલ ત્રિવેદી છે. તેમના પિતાજીનું નામ મોતીલાલ ત્રિવેદી અને માતાજીનું નામ વહાલીબેન ત્રિવેદી છે. રાધનપુર અને બીલીમોરામાં પ્રાથમિક શિક્ષક પણ રહી ચુક્યા છે.

તેમને સને 1953માં માત્ર 21 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો અને સંન્યાસી બનેલ, તેઓએ 1953માં પોણા ભાગના ભારતનું પગે ચાલીને ભ્રમણ કરેલ તેમના સન્યાસ જીવનની પ્રથમ રાત સુરતની ધર્મશાળામાં વિતાવેલ. સને 1954માં તેમણે પ્રયાગરાજના કુંભમેળામાં ગુરૂની શોધ કરી અને બ્રહ્મચર્યદિક્ષા મેળવેલ. ત્યારબાદ સને 1955માં તેમને વૃંદાવનમાં ‘લઘુકોેમુદી’નો અભ્યાસ કરેલ અને કાશીમા 12 વર્ષ સુધી અભ્યાસ કરેલ હતો. 1969માં દંતાણી આશ્રમની સ્થાપના કરી હતી. તેઓ હંમેશા ‘માનવતાથી મોટો કોઇ ધર્મ નથી’, ‘સંપ્રદાય મૂકત ધાર્મિકતા’ તથા ‘એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ’ સુત્રને સાર્થક કરીને સાચી રાહ બતાવી રહ્યા છે અને દર વર્ષે કરોડો રૂપિયાનુ દાન પણ આપી રહ્યા છે.

Read About Weather here

સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ અભિવાદન સમારોહ સમિતિમાં ડો.પુરૂષોત્તમ પીપરીયા, સુરેશભાઇ વેકરિયા, શામજીભાઇ ખૂંટ, લાલજીભાઇ માકડિયા, મનોજભાઇ જોષી, પ્રફલભાઇ પાંભર કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત ઉઠાવી રહ્યા છે અને તેઓએ અપિલ કરતા જણાવેલ કે સન્માન કરનાર ઇચ્છુક ધર્માનુરાગી જનતા અને સંસ્થાઓએ પોતાના નામ તા.26 સુધીમાં રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેંક રાજકોટ/ ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. રાજકોટની કોઇણ શાખામાં નોંધાવી શકશે અને તા.30ના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. (5)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here