ત્રીજા દિવસે ‘પઠાન’ 300 કરોડને પાર…!

ત્રીજા દિવસે 'પઠાન' 300 કરોડને પાર…!
ત્રીજા દિવસે 'પઠાન' 300 કરોડને પાર…!
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટમાં જણાવ્યું છે કે ‘પઠાન’એ ભારતમાં 34થી 36 કરોડની કમાણી કરી છે. નોન-હોલિડે પ્રમાણે આ એક સારું કલેક્શન કહી શકાય છે, પરંતુ જે રીતે શાહરૂખની ફિલ્મે તેના પહેલા અને બીજા દિવસે કમાણી કરી તે જોતાં આ કમાણી ઘણી ઓછી છે. ખાનની ‘પઠાન’એ રેકોર્ડબ્રેક કમાણી કરી છે. આ ફિલ્મ રિલીઝ થઇ તેને ફક્ત ત્રણ જ દિવસ થયા છે પરંતુ અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. હાલમાં જ ‘પઠાન’ ફિલ્મની ત્રીજા દિવસની કમાણીનો રિપોર્ટ આવ્યો છે.

Read About Weather here

આ રિપોર્ટ અનુસાર, ભારતમાં ભલે કલેક્શન સારું ન રહ્યું હોય પરંતુ વર્લ્ડ વાઇડ કલેક્શન સારું રહ્યું છે.વળી, ”પઠાન’ ત્રીજા દિવસે ‘દંગલ’, ‘બાહુબલી 2’ અને ‘કેજીએફ 2’ના કલેક્શનને મેચ કરવાનું ચૂકી ગઈ છે.ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, ”પઠાન’એ માત્ર ત્રણ જ દિવસમાં વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 300 કરોડનું કલેકશન કરી લીધું છે. આ સાથે જ ”પઠાન’ના નામ પર અન્ય એક રેકોર્ડ થયો છે.

હવે વીકેન્ડ પર આ ફિલ્મનું કલેક્શન કેટલી નવી ઊંચાઈઓને સ્પર્શે છે, તે જોવાનું રહે છે.’પઠાન’નું ઓપનિંગ ડે કલેક્શન 54 કરોડ રૂપિયા હતું. ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં પહેલીવાર ‘પઠાન’એ અત્યાર સુધીમાં પહેલા દિવસે બોક્સ ઓફિસ પર સૌથી મોટી કમાણી કરી હતી. આ સાથે જ આ ફિલ્મે વર્લ્ડવાઇડ 106 કરોડની કમાણી કરી હતી. પ્રજાસત્તાક દિનની રજાનો લાભ લઈને ‘પઠાન’એ બીજા દિવસે ભારતમાં 70 કરોડની કમાણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે જ કલેક્શન વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર 235 કરોડ સુધી પહોંચી ગયું હતું. હવે ત્રણ દિવસમાં ‘પઠાન’નું વર્લ્ડવાઈડ કલેક્શન 300 કરોડને પાર કરી ગયું છે.ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મતે, ‘પઠાન’ વર્લ્ડવાઇડ 8 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. હિંદી, તમિળ, તેલુગુ મળીને ફિલ્મ 5500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. વિદેશમાં ફિલ્મને 2500 સ્ક્રીન મળી છે. કોરોનામાં બંધ પડેલા 25 સિંગલ સ્ક્રીન્સ ‘પઠાન’ની રિલીઝ સાથે ફરી ખોલવામાં આવ્યા હતા. શાહરુખે આ અંગે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી.ભારતમાં શરૂઆતમાં આ ફિલ્મ 5200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી, પરંતુ ફિલ્મનો ક્રેઝ જોઈને 300 સ્ક્રીન્સ વધારવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here