કિયારા હાલમાં જ ‘જુગ જુગ જિયો’ ફિલ્મમાં જોવા મળી છે. તે વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકર સાથેની ‘ગોવિંદા નામ મેરા’માં પણ દેખાવાની છે. અભિનેત્રી કિયારા અડવાણીએ બોલીવૂડમાં પોતાની મહેનતથી સફળતા મેળવી છે. તેની એક પછી એક મોટી ફિલ્મો આવી રહી છે. હવે તે ‘આરસી-૧૫’ નામની ફિલ્મમાં જોવા મળશે.



Visit Saurashtra Kranti Homepage here
આ ફિલ્મના નિર્દેશક એસ. શંકરને કિયારાએ પ્રતિભાસંપન્ન ગણાવ્યા હતાં. આ ફિલ્મમાં કિયારા રામચરણ સાથે કામ કરી રહી છે એસ. શંકરની પ્રશંસા કરતાં કિયારાએ કહ્યું કે મને હજી સુધી મારા પાત્ર વિશે વધુ માહિતી આપવાની પરવાનગી નથી. હું એટલું કહીશ કે એ અલગ વિશ્વ હશે.
Read About Weather here
બધા જાણે છે કે શંકરજી કોઈ પણ સ્ટોરી અને પાત્રને મહાન બનાવી શકે છે, તેઓ જાદુગર છે અને તેમની સાથે કામ કરીને મને ઘણુંબધું શીખવા મળ્યું છે. અમે ગયા વર્ષે નવેમ્બરથી શુટીંગ શરૂ કર્યું હતું અને હવે ટૂંક સમયમાં આગામી શેડ્યુલ માટે જઈશું. આ મારી પહેલી પેન-ઇન્ડિયા ફિલ્મ છે. હું ખુબ જ આતુર છું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here