તીન તીગડા કામ બીગડા…!

તીન તીગળા કામ બીગડા...!
તીન તીગળા કામ બીગડા...!
મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા સીપીઆઈ બી પી સોનારાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મીતાણા છોકડી પર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ સી એન જી રીક્ષા ઉભી રાખવા છતાં

Visit Saurashtra Kranti Homepage here

ન રોકાતા ટંકારા પોલીસના સતીશભાઈ બસિયાએ પીછો કરી સીએનજી રીક્ષા રોકી ચેકિંગ કરતા તેમાંથી લોખંડનું શેરડીના રસ કાઢવાનું મશીન તથા અન્ય લોખંડનો ભંગાર મળી આવતા રીક્ષામાં રહેલ રાહુલ મોહનભાઈ ચાંડપા

રહે-જંગલેસ્વર રાજકોટ, ભરત નાનજીભાઈ ટોયટા રહે-વાછકપર બેડી જી.રાજકોટ અને રોનક અશોકભાઈ ચાંડપા રહે જંગલેસ્વર રાજકોટ વાળાની વધુ પુછપરછ કરતા ટંકારા નજીકથી લોખંડનું શેરડીના રસ કાઢવાની મશીન તથા બ્રીજ પર

ચાલતા કન્સ્ટ્રકશન પરથી લોખંડનો ભંગારની ચોરી કરી હોવાની કબુલાત આપતા ત્રણેયને અટક કરીને લોખંડનો ભંગાર આશરે ૧૦૦ કી.લો કીમત રૂ.૧૦૦૦, શેરડીના રસ કાઢવાનું મશીન કીમત રૂ.૨૦૦૦ અને સી એન જી રીક્ષા જીજે ૦૩

બિયું ૪૧૧૧ કીમત રૂ.૫૦,૦૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ટંકારા નજીક બ્રીજના કન્સ્ટ્રકશન સાઈડ પરથી ભંગાર ચોરી કરનાર ત્રિપુટીને ટંકારા પોલીસે ઝડપી લીધી હતી.

Read About Weather here

ટંકારા પોલીસની આ કામગીરીમાં પ્રો.પી.આઈ. એન એ વસાવા, પીએસઆઈ બી ડી પરમાર, એમ કે બલોચ, વિજયભાઈ બાર, હિતેશભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, સિદ્ધરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ ઝાલા, સતીશભાઈ બસિયા સહિતની ટીમે કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here