‘તારક મહેતા’ હવે બન્યા હોસ્ટ…!

'તારક મહેતા' હવે બન્યા હોસ્ટ…!
'તારક મહેતા' હવે બન્યા હોસ્ટ…!
તેમણે છેલ્લાં એક મહિનાથી સિરિયલનું શૂટિંગ કર્યું નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનો રોલ પ્લે કરનારા શૈલેષ લોઢાએ આ સિરિયલ છોડી દીધી હોવાની ચર્ચા છે.  જોકે, હવે તેમના અંગે નવી જ વાત સામે આવી છે. શૈલેષ લોઢા મુંબઈમાં નવા શોનું છેલ્લાં એક અઠવાડિયાથી શૂટિંગ કરે છે.વેબ પોર્ટલ ‘ઇન્ડિયા ટીવી’ના અહેવાલ પ્રમાણે, શૈલેષ લોઢા શેમારુ ટીવી પર જૂન મહિનામાં શરૂ થનારા શોને હોસ્ટ કરશે. આ શો પોએટ્રી બેઝ પર આધારિત છે. આ શોમાં ઉભરતા કવિઓને પોતાની પ્રતિભા માટે પ્લેટફોર્મ આપવામાં આવશે. શૈલેષ લોઢા છેલ્લાં એક અઠવાડિયાથી આ શોનું શૂટિંગ કરે છે. ટૂંક સમયમાં જ આ શોનો પ્રોમો લૉન્ચ કરવામાં આવશે.શૈલેષ લોઢાને આ સિરિયલને કારણે અન્ય તકો જતી કરવી પડે છે. ભૂતકાળમાં શૈલેષે સારી સારી ઑફર્સ જતી કરી હતી.
'તારક મહેતા' હવે બન્યા હોસ્ટ…! તારક મહેતા
'તારક મહેતા' હવે બન્યા હોસ્ટ…! તારક મહેતા
'તારક મહેતા' હવે બન્યા હોસ્ટ…! તારક મહેતા

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/p/Cdqz9_rAKT8/?utm_source=ig_embed&ig_rid=b16efa3e-2245-41eb-b8d7-04f93fabab9f

જોકે હવે તે સારી તકો ગુમાવવા માગતા નથી. સૂત્રોએ દાવો કર્યો હતો કે શૈલેષ લોઢા મેકર્સ પર નારાજ પણ છે. તેમને એ વાતનો ગુસ્સો છે કે મેકર્સ આ શો માટે તેમની ડેટ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરતાં નથી. શૈલેષ લોઢા છેલ્લાં 14 વર્ષથી આ સિરિયલ સાથે જોડાયેલા છે.અસિત મોદીએ કહ્યું હતું, ‘મારા તમામ એક્ટર્સ 10 વર્ષથી વધુ સમયથી આ શોમાં કામ કરી રહ્યા છે. મને ના તો ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે અને ના તો મને આ વાતની કોઈ જાણકારી છે કે શૈલેષ લોઢા સિરિયલ છોડવા માગે છે. જો કોઈ મુશ્કેલી હશે તો હું ચોક્કસથી આ અંગે વાત કરીશ. હાલમાં હું એ વાત પર ફોકસ કરી રહ્યો છું કે ઓડિયન્સને વધુ કેવી રીતે એન્ટરટેઇન કરી શકાય.’શૈલેષે મીડિયા સાથે કોઈ વાત કરી નથી. જોકે, સૂત્રોએ દાવો કર્યો છે કે સિરિયલમાં શૈલેષનો કોઈ ટ્રેક ના હોવાથી તેમણે શૂટિંગ કર્યું નથી. ટીમને ખ્યાલ નથી કે તે શો છોડવા અંગે વિચારે છે. કેટલાંક મુદ્દા છે, પરંતુ પ્રોડ્યૂસર આ અંગે વાત કરી રહ્યા છે. પ્રોડ્યૂસર પ્રયાસ કરે છે કે શૈલેષ માની જાય. તમે જ્યારે શોમાં 10 વર્ષથી વધુ સમય કામ કરો તો મતભેદ થઈ જાય છે.

Read About Weather here

'તારક મહેતા' હવે બન્યા હોસ્ટ…! તારક મહેતા
'તારક મહેતા' હવે બન્યા હોસ્ટ…! તારક મહેતા

દરેક વ્યક્તિને ડેલી વર્કમાં પ્રોબ્લમ્સ હોય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તેનો ઉકેલ ના આવી શકે.સિરિયલ છોડવાની ચર્ચા વચ્ચે શૈલેષ લોઢાએ પોતાની સાઇડ પ્રોફાઇલની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. તસવીરમાં તેમના ચહેરા પર કોઈ સ્માઇલ જોવા મળતી નથી. તેમણે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘હબીબ સોજ સાહેબનો શેર કમાલનો છે. યહાં મજબૂત સે મજબૂત લોહા ટૂટ જાતા હૈ, કઈ ઝૂઠે ઈકઠ્ઠે હોં, તો સચ્ચા ટૂટ જાતા હૈ.’શૈલેષ લોઢાએ કોમેડી સર્કસ’માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. ત્યારબાદ ‘તારક મહેતા..’માં કામ કરવાની શરૂઆત કરી હતી. તે 2008થી સિરિયલ સાથે જોડાયા છે. 2011માં ‘કોમેડી કા મહા મુકાબલા’માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. ‘બહુત ખૂબ’ તથા ‘વાહ ક્યા બાત હૈ’ જેવા શો હોસ્ટ કર્યા હતા. શૈલેષ લોઢા મૂળ કવિ, કોમેડીયન તથા રાઇટર છે. શૈલેષ લોઢાનું પર્ફોર્મન્સ જોયા બાદ અસિત મોદીએ તરત જ તારક મહેતાનો રોલ ઑફર કર્યો હતો.એક પ્રોગ્રામમાં લાઇવ પર્ફોમન્સમાં અસિત મોદી હાજર હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here