‘તારક મહેતા..’માં શું થઈ રહ્યું છે…!?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં દિશા વકાની (દયા બેન) જોવા માડશે નહીં...!
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં દિશા વકાની (દયા બેન) જોવા માડશે નહીં...!
આ સિરિયલના દરેક પાત્રો સાથે દર્શકોનો ખાસ લગાવ જોવા મળે છે. ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોમાં લોકપ્રિય છે. હવે ચર્ચા છે કે શૈલેષ લોઢા બાદ હવે શોની મોસ્ટ ફેમસ એક્ટ્રેસ મુનમુન દત્તાએ પણ શો છોડવાનું નક્કી કર્યું છે. સિરિયલમાં મુનમુન દત્તા બબીતાનો રોલ પ્લે કરે છે. આ રોલને કારણે મુનમુન દત્તા ઘેર-ઘેર લોકપ્રિય થઈ છે.મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મુનમુન દત્તાની લોકપ્રિયતા જોઈને ‘બિગ બોસ OTT’એ સેકન્ડ સિઝન માટે અપ્રોચ કર્યો છે. માનવામાં આવે છે કે મુનમુન દત્તાએ શોમાં સામેલ થવા માટે હા પણ પાડી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Munmun Dutta Wiki, Height, Age, Boyfriend, Husband, Family, Biography &  More – WikiBio

મુનમુન દત્તા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે

ઉલ્લેખનીય છે કે ‘બિગ બોસ 15’માં મુનમુન દત્તા બે દિવસ ઘરમાં રહી હતી. મુનમુન દત્તા જો રિયાલિટી શોમાં જશે તો તે સિરિયલ છોડી દેશે તેમ માનવામાં આવી રહ્યું છે.મુનમુન દત્તા મૂળ પૂણેની છે અને તે કરિયર માટે મુંબઈ આવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ ‘હમ સબ બારાતી’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે 2005માં આવેલી ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’, 2006માં ‘હોલિડે’ તથા 2015માં આવેલી ફિલ્મ ‘ઢિંચાક એન્ટરપ્રાઈઝ’માં જોવા મળી હતી. મુનમુનના પપ્પાનું અવસાન થઈ ચૂક્યું છે.

Read About Weather here

દિશા વાકાણી 2017થી આ શોમાં જોવા મળી નથી.

તેણે ગયા વર્ષે મુંબઈમાં પોતાનું બીજું ઘર લીધું હતું. અહીંયા તે તેની મમ્મી સાથે રહે છે.આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here