તળાજાના બપાડા ખાતે લોકસેવા મંડળ ટ્રસ્ટ દ્વારા 23 મો ગાંધી મેળો યોજાયો

તળાજાના બપાડા ખાતે લોકસેવા મંડળ ટ્રસ્ટ દ્વારા 23 મો ગાંધી મેળો યોજાયો
તળાજાના બપાડા ખાતે લોકસેવા મંડળ ટ્રસ્ટ દ્વારા 23 મો ગાંધી મેળો યોજાયો

ખાદી ગ્રામોદ્યોગ રચનાત્મક ક્ષેત્રની 12 તથા નઈ તાલીમની 14 સંસ્થાઓએ ભાગ લીધો

ભાવનગર જિલ્લાના સાહિત્ય સંસ્કૃતિ પ્રેમી, સંનિષ્ઠ કલેકટર ડી. કે. પારેખ (આઈએએસ)એ મહાત્મા ગાંધીને સંબોધીને પોતે લખેલ હ્રદયસ્પર્શી પત્રનું પઠણ કરીને ઉપસ્થિત સહુને ભાવ વિભોર કરી દીધાં હતા.તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણનું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ મેઘાણી સાહિત્ય અર્પણ કરીને અભિવાદન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

સંશોધક,વૈજ્ઞાનિક, કેળવણીકાર, લોકભારતી (સણોસરા)ના મેનેજિંગ ટ્રસ્ટી ડો.અરૂણભાઈ દવે, ગુજરાત સરકારના નિવૃત્ત સયુક્ત સચિવ, લેખક ડંકેશભાઈ ઓઝા, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ના રાજ્ય નિર્દેશક સંજયભાઈ હેડાવ, તળાજાના પ્રાંત અધિકારી વિકાસભાઈ રાતડા, લોકસેવા મંડળ ટ્રસ્ટ, સઘન ક્ષેત્ર યોજના સમિતિ, ભાવનગર જિલ્લા સહકારી બેંક લિ.ના પ્રમુખ જયવંતસિંહ જાડેજા, ભાવનગર અમરેલી બોટાદ જિલ્લા ગાંધી મેળો સમિતિના સંયોજક જ્વલંતભાઈ દેસાઈ, મંદાકિનીબેન પુરોહિત અને સહ સંયોજક બિપીનભાઈ જાની,સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ (રાજકોટ)ના પ્રમુખ હિંમતભાઈ ગોડા અને મંત્રી પરાગભાઈ ત્રિવેદી, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ (ભાવનગર)ના પ્રમુખ પ્રદીપભાઈ દેસાઈ અને મંત્રી મહેન્દ્રભાઈ બારૈયા,ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) ના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, સહજાનંદ વિદ્યાલય (બપાડા)ના આચાર્યા, ભાવનગર જિલ્લા સહકારી બેંક લિ.ના ડીરેકટર ભાવનાબા જાડેજા, ગ્રામ નિર્માણ સમાજ (મહુવા)ના નિયામક હરસુખભાઈ મહેતા,બાળ કેળવણી મંદિર વિશ્ર્વ વાત્સલ્ય ટ્રસ્ટ (બગસરા)ના નિયામક દેવચંદભાઈ સાવલિયા, સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોદ્વાર ટ્રસ્ટ ગ્રામઉદ્યોગ મંદિર (ગઢડા)ના નિયામક દિલીપભાઈ શુકલ, કાઠિયાવાડ ખાદી મંડળ (ચલાલા)ના મંત્રી નાથાભાઈ પઢિયાર, કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ (સાવરકુંડલા)ના મંત્રી હરેશભાઈ ત્રિવેદી, લોકસેવા મંડળ ટ્રસ્ટ (બપાડા)ના મંત્રી ગંગારામભાઈ રાજ્યગુરૂ, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા (મણાર-આંબલા)ના નિયામક સુરસિંહ ચૌહાણ, લોક નિકેતન ટ્રસ્ટ (બેલા)ના મેનેજિંગ ટ્રસ્ટી જીજીભાઈ ચૌહાણ, લોકસેવા ટ્રસ્ટ સંચાલિત ક્ન્યા વિદ્યાલય (વળાવડ)ના પ્રમુખ મેહુરભાઈ લવતુકા, ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ (કળસાર)ના નિયામક નાગરભાઈ પટેલ, ભગીરથી શૈક્ષણિક સંકુલ સરસ્વતી આશ્રમ (ટાટમ)ના માધુભાઈ નાંદેરિયા, નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં સરપંચો, સહકારી,ખાદી ગ્રામોદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રના આગેવાનો, આચાર્યો, શિક્ષકો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી હતી.

Read About Weather here

ડો.અરૂણભાઈ દવે, ડંકેશભાઈ ઓઝા, સંજયભાઈ હેડાવ, જયવંતસિંહ જાડેજા, હિંમતભાઈ ગોડા, ગોવિંદસિંહ ડાભી, પરાગભાઈ ત્રિવેદી, મંદાકિનીબેન પુરોહિત, ભાવનાબા જાડેજા અને પિનાકી મેઘાણીએ પ્રાસંગિક ઉદબોધન કરીને ઉપસ્થિત સહુને પ્રેરિત કર્યાં હતાં. શાળાનાં વિદ્યાર્થીઓએ ગાંધીગીતો રજૂ કર્યાં હતા. ગાંધી જીવન દર્શન તેમજ ખાદી ગ્રામોદ્યોગનું પ્રદર્શન પણ સહુએ રસપૂર્વક નિહાળ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here