તમામ રાજયોને પરિસ્થિતિ પર નજર રાખવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાની સુચના

તમામ રાજયોને પરિસ્થિતિ પર નજર રાખવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાની સુચના
તમામ રાજયોને પરિસ્થિતિ પર નજર રાખવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાની સુચના
વિશ્ર્વમાં અને ખાસ કરીને બ્રિટનમાં મંકીપોકસ નામની અજીબ પ્રકારની ચેપી બિમારી ઝડપથી ફેલાઇ રહી હોવાથી વિશ્ર્વભરમાં ચિંતાનું મોજુ પ્રસરી વળ્યું છે. ભારત સરકાર પણ એકદમ સાવઘ અને સતર્ક થઇ ગઇ છે. પરિસ્થિતિ પર ચાપતી નજર રાખવા કેન્દ્રના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આદેશ આપ્યો છે. ભારતમાં જો કે, મંકીપોકસનો હજુ એકપણ કેસ નોંધાયો નથી. દેશના તમામ એરપોર્ટ અને બંદરો ઉપર પણ તંત્રને સાવચેતી રાખવા અને આવા કોઇ દર્દી આવે તો તાત્કાલીત આઇસોલેટ કરી નાખવાની સુચના અપાઇ છે.બ્રિટનમાં મંકીપોકસ બિમારીના કેસો સતત વધી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ રોગને પ્રસરતો અટકાવવા માટે બ્રિટનની સરકાર ઉધેમાથે થઇ છે. શીતળા જેવી આ બિમારી હોવાથી અને એવા જ લક્ષણો હોવાથી શીતળાની રસી મેળવવાના પ્રયાસો વેગવાન બનાવવામાં આવ્યા છે. બ્રિટનની હેલ્થ પ્રોટેકસન એજન્સીએ જાહેર કર્યર્ું હતું કે, દેશમાં નવા 11 કેસ મળી આવ્યા છે.જી-7 દેશોનાં આરોગ્ય મંત્રીઓની બેઠક દરમ્યાન બ્રિટનના આરોગ્ય મંત્રી સાજીદ જાવેદે જણાવ્યું હતું કે, શીતળાની રસી મંકીપોકસની સામે અસરકારક સાબિત થઇ રહી છે. આથી અમે વધુને વધુ રસી ખરીદી રહ્યા છીએ. આ ચેપ અસરગ્રસ્ત વ્યકિતની ખુબ નજીક રહેતી વ્યકિતમાં ફેલાય છે. અસરગ્રસ્ત વ્યકિતના કપડા અથવા ચાદરનો ઉપયોગ કરવાથી પણ અન્ય વ્યકિત રોગગ્રસ્ત બની શકે છે.બ્રિટનની આરોગ્ય સંસ્થાએ દાવો કર્યો છે કે, વાયરસ વ્યકિતથી વ્યકિતમાં સરળતાથી ફેંલાતો નથી.

Read About Weather here

બહુ નજીક હોય એવી વ્યકિતને જોખમ રહે છે. અત્યારે આ બિમારી બ્રિટન ઉપરાંત અમેરિકા, પોર્ટુગર, તથા અન્ય કેટલાક યુરોપીયન દેશોમાં ફેલાય રહી છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા ઠઇંઘ કહે છે, વાયરસના લક્ષણો બહુ લાંબા સમય રહેતા નથી. જાતે મર્યાદિત થઇ જતી આ બિમારી છે. ચેપી વ્યકિતને તાવ, શરીર પર જાથા અને ફોડલા તથા સોજા જેવા લક્ષણો જોવા મળે છે. શરીર આખુ ફોડલાથી ભરાય જાય છે. દરમ્યાન કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ એરપોર્ટ અને બંદરોના સત્તાવાળાઓને આવનારા ઉતારૂઓ પર સતત જીણી નજર રાખવા આદેશ આપવામાં આવ્યો છે. આ રોગ જયાં ફેંલાયો છે એ દેશમાંથી આવતા કોઇપણ ઉતારૂ બિમાર દેખાય તો તેને આઇસોલેટ કરી દેવા અને તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલા આદેશ આપવામાં આવ્યો છે. દેશની ટોચની આરોગ્ય સંસ્થાઓને પણ નજર રાખવા તાકિદ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here