રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં બે પરિણીતાઓએ સાસરિયાઓ સામે ત્રાસ આપી મારકૂટ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરની મવડી ચોકડી નજીક ક્રિષ્ના પાર્કમાં બે માસથી માવતરે રહેતા મીરાબેન ચુડાસમા (ઉ.વ.35)એ વડોદરા રહેતા પતિ રવી ધીરજલાલ ચુડાસમા, સાસુ આશાબેન અને નણંદ ચૈતાલીબેન નીરવભાઈ શાહ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેણીના લગ્ન 2005માં થયા હતા
Visit Saurashtra Kranti Homepage here
તેના પતિના આ બીજા લગ્ન હતા પોતાના આ પહેલા લગ્ન હતા સાસુ-સસરા અમેરિકા રહેતા હોય લગ્નમાં આવ્યા ન હતા જયારે નણંદ વડોદરામાં જ સાસરે હોય આખો દિવસ અમારા ઘરે જ રહેતા અને ઘરમાં મારૂ જ ચાલશે હું કહું તેમ જ કરવાનું રહેશે આ ઘર મારી મનુ છે તેમ કહી માનસિક ત્રાસ આપતા સાસુ બે વર્ષે આંટો મારવા આવતા મોટા દીકરાનો જન્મ થયો ત્યારે તેના – મગજનો વિકાસ ઓછો થતો હોય સાસુ તારામાં જ ખામી છે તારા લીધે જ આ છોકરો અપંગ જન્મ્યો છે
Read About Weather here
કહી મેણા ટોણા મારતા અને હું તને લઇ આવી એ જ મારી ભૂલ છે કહી મારવાની કોશિશ કરેલ હતી પતિ પુત્રના દવાનો ખર્ચ પણ આપતા નહીં હોવાનું જણાવતા પીએસઆઈ બેલીમ તપાસ ચલાવી રહ્યા છે. જયારે ગંજીવાડામાં રહેતા મીનાબેન રાજુભાઈ ચાવડા (ઉ.વ.34)એ પતિ રાજેશ કેસુ ચાવડા સામે નોંધાવેલી રાજુ ઉર્ફે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ શંકાકુશંકા કરી હેરાનગતિ કરતા અને દારૂ પી હેરાન કરતા નાની નાની વાતોમાં બોલાચાલી કરતા જેથી હું જામનગર પિયરમાં જતી રહેલ દીકરાએ ફોન કરતા હું પરત આવેલ આજે સવારે પતિએ આવી રસોઈ બનાવી છે મેં કારેલાનું શાક બનાવ્યું છે તેમ કહેતા વાસનો ઉંધા વાળી તને સારી રસોઈ બનાવતા આવડતું નથી, તું જોઈતી નથી કહી ઝઘડો કરી પતિ જતો રહેતા ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વડાવીયા તપાસ ચલાવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here