વિદ્યાર્થીના પિતાએ આ અંગે કાર્યવાહી માટે મેયરની રૂબરૂ મુલાકાત કરી અને પોલીસ ફરિયાદ પણ કરી હતી. વડોદરાના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર રખડતા ઢોરે ટક્કર મારતા એક વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા તેમણે વકીલ મારફતે 25 લાખના વળતર માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર, વડોદરા કલેકટર અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે.નોટિસમાં જણાવાયુ છે કે ગુજરાત પ્રોવિંસિયલ કોર્પોરેશન એક્ટ મુજબ જાહેર રસ્તા ઉપર અડચણરૂપ દબાણની કામગીરી વડોદરા કોર્પોરેશન તથા સંલગ્ન કર્મચારીઓની છે. ટ્રાફિક નિયમનની જવાબદારી પોલીસ કમિશનરની છે.
Read About Weather here
કોઈ પણ પશુને જાહેરમાં રસ્તા પર રખડતું મૂકી ન શકે અને જો તેમ કરે તો તે અટકાવવાની ફરજ મ્યુનિસિપલ કમિશનર તથા તેમના તાબાના અધિકારી કર્મચારીઓની છે.આ ઘટનામાં અધિકારી કર્મચારીઓની બેદરકારી ના કારણે હેનીલે આંખ ગુમાવી છે. ગાય માલિક વિરુદ્ધ હજી સુધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. ફરિયાદ છતા પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા ફરજ ચૂક કરવામાં આવી છે.જેથી પોલીસ વિભાગ અને કોર્પોરેશન વિભાગ પણ જવાબદાર બને છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here