ડ્રગ્સ પેડલરોનું હવે આવી બનશે…

ડ્રગ્સ પેડલરોનું હવે આવી બનશે…
ડ્રગ્સ પેડલરોનું હવે આવી બનશે…
ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ મોટાપાયે થતું હોવાની ઘટનાઓ અનેક વખત સામે આવતી હોય છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે. જેથી ગુજરાતનો દરિયાકાંઠો હવે ડ્રગ્સની હેરાફેરી કરવાનું એપી સેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે થોડા સમય પહેલા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં નશાનો કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવાની વાત સામે આવી હતી. રાજકોટનો એક ક્રિકેટર ચિઠ્ઠી લખી પોતાનુ ઘર છોડી નાસી છૂટ્યો હતો જેથી તેની માતા મીડિયાનો સંપર્ક કરી ન્યાયની માંગ કરી હતી. અને મહિલાએ મિડીયાને જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. 23 વર્ષનો યુવાન દીકરો ડ્રગ્સના રવાડે ચડી આજે ઘર છોડી નાસી ગયો છે. ડ્રગ-માફિયાઓ યુવાનોની જિંદગી બગાડી રહ્યા છે. તમામ ડ્રગ-માફિયાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી મારી માંગ છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે રાજકોટમાં તાજેતરમાં નિમણૂંક પામેલા ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે ચાર્જ સંભાળતાની સાથેજ ગુનેગારોને ડામવાનું શરૂ કરી દીધુ છે. અગાઉ પણ રાજકાટે મહાનગરમાં વ્યાજનાં વિષચક્રમાં ફસાતા જતા શહેરીજનોને વ્યાજનાં ચક્રમાંથી બહાર કાઢવા અને અમેને મદદરૂપ બનવા માટે હેલ્પલાઈનને અભૂતપૂર્વ અને અકલ્પનિય પ્રતિસાદ મળ્યો છે. હલ્ેપલાઈન નબંર પર રજૂઆતોનો ધોધ છૂટ્યો છે ઉપરાંત બીજા અનેક પીડિત અરજદારોએ ડીસીપી સમક્ષ રૂબરૂ મળીને પણ વ્યાજખોરો વિરૂધ્ધ રજૂઆતો કરી રહયા છે ત્યારે આજે ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે મિડીયાને જણાવ્યું હતું કે,

Read About Weather here

જેમ વ્યાજખોરોને ડામવામાં આવ્યા છે તે જ રીતે શહેરભરમાં જો ક્યાય ડ્રગ્સ પેડલરો એક્ટિવ હશે અથવા તો ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનો કાળો કારોબાર ચાલતો હોવાની જો કોઇ પાસે માહિતી હોય અથવા તો ભવિષ્યમાં માહિતી મળે તો 93133 68322 પર વોટસએપ કરવા અનુરોધ કરાયો છે. માહિતી આપનારનું નામ ગૃપ્ત રાખવામાં આવશે. અને એનડીપીએસ જેવા ગંભીર ગુના કરતા ગુનેગારોને ડામવા રાજકોટ પોલીસ કટીબધ્ધ છે. અને ઉલ્લખનીય છે કે થોડા સમય પહેલા શહેરમાં ડ્રગ્સ વેચાંતુ હોવાની વાત વહેતી પણ થઇ હતી. શહેરભરમાં ક્યાંક એવી પણ ચર્ચાઓ ચાલે છે કે મોટી યુનિવર્સીર્ટીઓ પાસે આ પ્રકારનું નેટવર્ક ચાલે છે અને આ જાળમાં અનેક યુવાનો પણ છે કોલેજોમાં અભ્યાસ કરતા અનેક યુવાનો તેના રવાડે પણ ચડી ગયા હોવાની ચર્ચાઓ થતી રહેતી હોય છે ત્યારે હવે આગામી દીવસોમાં ડ્રગ્સ પેડલરોનું આવી બનશે તે વાત ચોક્કસ કહી શકાય(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here