ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાએ F-22 લડાકૂ વિમાનો પર ચીનના ઝંડા લગાવી રશિયા ઉપર બોમ્બ ફેંકવો જોઈએ. અમેરિકાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડન વહીવટીતંત્રને રશિયા અંગે એક મહત્વનું સૂચન આપ્યું છે. તેમના દ્વારા આપવામાં આવેલા આ નિવેદન અંગે અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે.આ અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો રશિયા ક્યારેય યુક્રેન ઉપર હુમલો કરી શક્યું ન હોત. તેમણે ત્યાં સુધી કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડન અને નાટો મુરખાઓની માફક કામ કરી રહ્યા છે. દરમિયાન ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ એક સ્માર્ટ રાજકીય નેતા છે.ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે રિપબ્લિક નેશનલ કમિટીના અગ્રણી દાતાઓ સાથેની મુલાકાત સમયે આ માહિતી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
તેમણે કહ્યું કે અમેરિકાએ F-22 લડાકૂ વિમાનો ઉપર ચીનનો ઝંડો લગાવવો જોઈએ અને રશિયાને બોમ્બથી ઉડાવી દેવું જોઈએ….ત્યારબાદ આપણે કહેશું કે આ હુમલો તો ચીને કર્યો છે. ત્યારપછી રશિયા-ચીન એકબીજા સાથે લડશે અને આપણે પાછા આવી બેસીને જોશું. આ બેઠક સમયે ટ્રમ્પે જ્યારે આ મજાક કરી તો ત્યાં ઉપસ્થિત તમામ લોકો હસવા લાગ્યા અને તાળીઓ પાડવા લાગ્યા.CBS ન્યૂઝના એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પે નાટોને કાગળ પરનો વાઘ ગણાવી તેની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે છેવટે કયા પ્રસંગે તે દેશ કહે છે કે અમે મનાવતા સામેના આ મોટા ગુનાને થવા દેશું નહી.
તેમણે કહ્યું કે NATO કાગળ ઉપરના વાઘથી વિશેષ કંઈ જ નથી. આ સાથે બાઈડને એમ કહેવાનું પણ બંધ કરી દેવું જોઈએ કે આપણે રશિયા ઉપર ક્યારેય હુમલો નહીં કરીએ કારણ કે તે એક પરમાણુ શક્તિ છે.ટ્રમ્પ આગાઉ પણ પુતિનની પ્રશંસા કરી ચુક્યા છે. ટ્રમ્પે આ સાથે એવો પણ દાવો કર્યો કે રશિયાના નેતા પુતિન જો બાઈડનને ઢોલની જેમ વગાડી રહ્યા છે. પુતિન એક સ્માર્ટ નેતા છે, ચોક્કસપણે તેઓ સ્માર્ટ છે, પણ ખરી સમસ્યા એ છે કે આપણા નેતા જ મુરખ છે.
Read About Weather here
રિપબ્લિકન પાર્ટીના અનેક સાંસદ ટ્રમ્પને આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર માની ચુક્યા છે. અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનના નાદુરસ્ત સ્વાસ્થને લીધે તેઓ આગામી ચૂંટણી ન લડે તેવી શક્યતા છે. આ સંજોગોમાં ડેમોક્રેટીક પાર્ટીએ નવા ઉમેદવારને રજૂ કરવો પડશે. આ સ્થિતિમાં ટ્રમ્પ પાસે અગાઉ ચૂંટણી લડવાનો અને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાનો સારો અનુભવ છે.મુરખ, ખુબ જ મુરખ રિપબ્લિકન સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2024માં અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચુંટણી ફરી વખત લડવાના છે. તેમણે અનેક વખત આ અંગે માહિતી આપેલી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here