ડોકટર દર્દીને જીવનનું આશ્વાસન આપી શકે નહિ…!

ડોકટર દર્દીને જીવનનું આશ્વાસન આપી શકે નહિ...!
ડોકટર દર્દીને જીવનનું આશ્વાસન આપી શકે નહિ...!
કોર્ટએ જણાવ્યું કે, એક ડોકટર દરેક સમયે દર્દીના માથા પર નથી ઊભા રહી શકતા સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ જણાવ્યું કે, કોઇ પણ ડોકટર પોતાના દર્દીને જીવનનું આશ્વાસન આપી શકે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

તેઓ માત્ર પોતાની સર્વોત્તમ ક્ષમતા દ્વારા સારવાર કરવાનો પ્રયાસ કરી શકે છે. જો કોઇ કારણોસર કોઇ દર્દીનું મોત થાય છે તો ડોકટરો પર તબીબી બેદરકારીનો દોષ લગાવી શકાય નહીં.

જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમની પીઠએ બોમ્બે હોસ્પિટલ અને ચિકિત્સા અનુસંધાન કેન્દ્રની અરજીનો સ્વીકાર કરતા રાષ્ટ્રીય ઉપભોકતા વિવાદ નિવારણ આયોગના તે આદેશને બાયપાસ કરી દીધો કે

જેમાં ચિકિત્સા લાપરવાહીના કારણે દર્દી દિનેશ જયસ્વાલના મોત માટે આશા જયસ્વાલ અને અન્યને ૧૪.૧૮ લાખ રૂપિયાની ચૂકવણી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મામલાનો રેકોર્ડ અને તર્કોને જોયા બાદ પીઠે કહ્યું કે, અહીં એક એવો મામલો છે. જયાં દર્દી હોસ્પિટલમાં ભરતી થતાં પહેલા જ ગંભીર સ્થિતીમાં હતો, પણ સર્જરી અને મોટી સારવાર બાદ પણ દર્દી જીવીત રહી શકતો નથી, તો તેને ડોકટરની ભૂલ કહી શકાય નહીં.

આ તબીબી લાપરવાહીનો મામલો બનતો નથી. પીઠે ફરિયાદ કર્તાની આ દલીલને રદ કરી દીધી છે, કારણ કે, સર્જરી એક ડોકટર દ્વારા કરવામાં આવી હતી, એટલા માટે તે એકલા જ દર્દીની સારવારના અલગ અલગ પાસા માટે જવાબદાર હશે. પીઠે તેને ખોટી ધારણા ગણાવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, હોસ્પિટલમાં રહેતી સમયે એક ડોકટરથી દર્દીના બેડના કિનારે રહેવાની ઉમ્મીદ કરવી વધુ છે. આ મામલે ફરિયાદકર્તા દ્વારા આ આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા.

એક ડોકટર પાસે યોગ્ય દેખરેખની ઉમ્મીદ કરી શકાય છે. માત્ર આ તથ્ય કે ડોકટર વિદેશ જતો રહ્યો હતો તો એને ચિકિત્સક બેદરકારીનો મામલો કહી શકાય નહીં.સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે નિષ્ણાંત ડોકટરોની ટીમ દર્દીની સંભાળ લે છે

પરંતુ નિયતિની યોજના અલગ હતી. બેન્ચે કહ્યું, ‘તે દુઃખદ છે કે પરિવારે તેમના પ્રિયજનને ગુમાવ્યા છે પરંતુ હોસ્પિટલ અને ડોકટરને દોષી ઠેરવી શકાય નહીં કારણ કે તેઓએ દરેક સમયે જરૂરી કાળજી લીધી હતી.’

કોર્ટે કહ્યું છે કે સુપર સ્પેશ્યલાઇઝેશનના વર્તમાન યુગમાં એક ડોકટર એક દર્દીની બધી સમસ્યાનું સમાધાન નથી. ૨૨ એપ્રિલ ૧૯૯૮ના રોજ હોસ્પિટલમાં દાખલ જયસ્વાલે

૧૨ જુન ૧૯૯૮ના રોજ અંતિમ શ્વાસ લીધા હતાં, હોસ્પીટલસનું બીલ હતું. ૪.૦૮ લાખ પરિવારનો આરોપ હતો કે ગેગરીનના ઓપરેશન બાદ લાપરવાહી થઇ હતી.

Read About Weather here

પ્રત્યેક સમસ્યાને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાત દ્વારા નીપટાવવાતા હોય છે. હોસ્પિટલ અને ડોકટરને લાપરવાહી માટે દોષિત ઠેરવનાર પંચના તારણો કાયદા મુજબ ટકાઉ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here