શ્રીલંકામાં ઇંધણ અને આર્થિક કટોકટીની સાથે-સાથે હવે આરોગ્ય કટોકટી પણ ઉભી થવા પામી છે. કોરોના મહામારીમાંથી દેશ માંડ-માંડ બહાર આવ્યું છે ત્યાં આખા દેશમાં એવી ગંભીર પરિસ્થિતિ થઇ છે કે, ડોકટરો લોકોને સલાહ આપે છે, માંદા બિલકુલ પડતા નહીં દવાઓ છે જ નહીં.આર્થિક કટોકટીને કારણે ટાપુ દેશનું આરોગ્ય માળખું બિલકુલ ખતમ થઇ જવા પામ્યું છે. આખા દેશમાં ક્યાંય દવાઓ નથી, ઇન્જેકશનો નથી, પાટાપીંડીના સાધનો નથી, તબીબો દવાઓ મેળવવા માટે ફંડ ઉઘરાવવાની કોશિશો કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર અપીલ પણ બહાર પાડી રહ્યા છે. શ્રીલંકાની બહાર અન્ય દેશોમાં વસતા શ્રીલંકાના નાગરિકો પણ મદદ માટે અપીલ કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
માત્ર 15 વર્ષની વયની બાળાએ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે પણ તેને જરૂરી દવાઓ મળતી નથી. ઈમ્યુન શક્તિ વધારવા માટે જે દવાની જરૂર પડે છે એ દેશમાં ક્યાંય મળતી નથી. એટલે આ બાળાની કીડનીને ચાલુ રાખવા માટે જરૂરી ટેકરોલીમ્સ નામની ટેબલેટ મેળવવા પરિવારે દાતાઓને અપીલ કરી છે. આ બાળાને દરરોજ સાડા આઠ ગોળી લેવાનું જરૂરી છે જેનો મહિનાનો ખર્ચ 200 ડોલર થાય છે પણ કોઈ હોસ્પિટલમાં આ દવા છે જ નહીં.
શ્રીલંકાની કેન્સર હોસ્પિટલોમાં પણ દવાનો જરૂરી જથ્થો ખૂટી પડ્યો છે. પરિણામે શ્રીલંકા મેડીકલ એસોસિએશનના પ્રમુખ સમથ ધરમરત્નેએ કદી સાંભળી ન હોય એવી જાહેર અપીલ કરી છે કે,પ્લીઝ કોઈ માંદા પડશો નહીં, કોઈ ઈજાગ્રસ્ત પણ થતા નહી, હોસ્પિટલ જવું પડે એવું કશું કરતા નહીં. આ ખૂબ ગંભીર હાલત છે. કોલંબોની કીડની હોસ્પિટલનાં વડા ડો.ચાર્લ્સ નુગવેલાએ જણાવ્યું હતું કે, ગંભીર હાલતમાં હોય એવા દર્દીઓને જ અમે દવાઓ આપી રહ્યા છીએ. કેમકે જથ્થો ગમે ત્યારે ખૂટી પડે તેમ છે અને ગંભીર દર્દીઓની શસ્ત્રક્રિયા પણ મુલત્વી રાખવી પડે તેમ છે.
Read About Weather here
કેમકે ઓપરેશન બાદ ટાંકા લેવાની પણ વ્યવસ્થા કે સાધન સરંજામ નથી. હોસ્પિટલો પાસે હડકવાનાં ઇન્જેકશનો પણ નથી. બ્લડ ટેસ્ટીંગનાં સાધનો પણ નથી. પાટાપીંડીનાં સાધનો નથી. એટલે જ તબીબો બિમારી અને ઈજાથી બચવા માટેની જાહેર અપીલો કરી રહ્યા છે. શ્રીલંકાની હાલત એટલી ખરાબ છે કે, ભારત અને અન્ય દેશો પાસેથી મેડીકલ પુરવઠો મેળવવામાં આવે છે. એ પણ પુરતો નથી. ભારતે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની સાધન સહાય પણ કરી છે, ઇંધણ પણ આપ્યું છે. જે દેશ મેલેરીયા, પોલીયો, રક્તપીત જેવી બિમારીઓથી મુક્ત થઇ ગયો છે એ દેશમાં ભયંકર આરોગ્ય કટોકટી સર્જાઈ છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here