શિયાળાનો વિધિવત પ્રારંભ 15 નવેમ્બરથી શરૂ થશે. નવેમ્બર માસથી દિવસમાં ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો શરૂ થયો છે હવામાન ખાતાના જણાવ્યાનુસાર ડિસેમ્બર માસના અંતથી ઠંડીનું જોર વધશે. જે જાન્યુઆરી મહિના સુધી યથાવત્ રહેશે. સામાન્ય રીતે આ દિવસોમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન જવાની સંભાવના છે. તેમજ આ વખતે વરસાદનું જોર વધારે રહેવાને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. જેથી શિયાળામાં ધુમ્મસ અને ઝાકળ વધુ પડશે.
Visit Saurashtra Kranti Homepage here
સામાન્ય રીતે પહાડી વિસ્તારોમાં થતી હિમવર્ષા અને ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા ઠંડી વધારે અનુભવાય છે. હાલમાં દિવસે ગરમી રહેવાથી બેવડી ઋતુ જોવા મળી રહી છે. હાલમાં સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન હજુ 37 ડિગ્રી કરતા વધારે નોંધાઈ રહ્યું છે. જે સુરેન્દ્રનગર અને રાજકોટમાં જોવા મળે છે. જ્યારે લઘુતમ તાપમાનનો પારો 17 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. જે મહુવામાં અને કેશોદમાં વધારે નોંધાઇ છે. ગુરુવારે લઘુતમ તાપમાન 16.9 ડિગ્રીથી લઇને 24.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. સૌથી ઊંચું તાપમાન ઓખામાં હતું. જ્યારે અમરેલીમાં 18.1, ભાવનગરમાં 21, પોરબંદરમાં 19, વેરાવળમાં 22.9, દીવમાં 21.6, સુરેન્દ્રનગરમાં 21 અને રાજકોટમાં 20.5 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં પવનની ઝડપ 8થી 10 કિ.મી. પ્રતિ કલાક રહી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here