ડમ્પરે 3 મહિલાઓને કચડી નાંખતા ચકચાર…!

ડમ્પરે 3 મહિલાઓને કચડી નાંખતા ચકચાર...!
ડમ્પરે 3 મહિલાઓને કચડી નાંખતા ચકચાર...!

અકસ્માત સર્જીને આરોપી ડમ્પરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘાયલ મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. દિલ્હી સરહદે આવેલા બહાદુરગઢમાં ગુરુવારે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. આંદોલનથી પરત ઘરે જવા

Visit Saurashtra Kranti Homepage here

માટે રિક્ષાની રાહ જોઈ રહેલી 5 મહિલાઓને પુરપાર ઝડપે આવી રહેલા ડમ્પરે કચડી નાંખી હતી. આ અકસ્માતમાં 3 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 2 વૃદ્ધ મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

ગુરુવારે સવારે સદા છ વાગે પાંચેય મહિલાઓને પરત પંજાબ જવા માટે સ્ટેશન પર પહોંચવાનું હતું. આ માટે તેઓ રસ્તાની સાઇડમાં બેસીને રિક્ષાની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક દંપરે મહિલાઓને કચડી નાંખી હતી.

અકસ્માતમાં છિન્દર કૌર(60), અમરજીત કૌર (58) અને ગુરમેલ કૌર (60)નું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય બે મહિલાઓ મહર સિંહ અને ગુરમેલ (60) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

માહિતી મુજબ, આ પાંચેય મહિલાઓ પંજાબની રહેવાસી હતી. તેઓ ટિકરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સામેલ થયા વાતે આવી હતી. તેમણે પોતાનો કેમ્પ ઈજજર રોડ પર ફ્લાઇઓવર પાસે બનાવ્યો હતો.

ટિકરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મોટી સંખ્યામાં પંજાબના લોકો આવ્યા છે, જેમાં આ મહિલાઓ પણ સામેલ અહતી. ખેડૂતો શિફ્ટોમાં અહીંયા આવે છે. અકસ્માતમાં શિકાર થયેલી મહિલાઓ પણ થોડા દિવસ આંદોલનમાં સામેલ થયા બાદ ઘરે જવા માટે પંજાબ પરત ફરી રહી હતી.

Read About Weather here

એક ગ્રૂપ થોડા દિવસો રહ્યા બાદ અહીંથી ચાલ્યું જાય છે, બાદમાં ખેડૂતોનું બીજું ગ્રુપ આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here