ઠગાઇથી પૈસા મેળવી ધાક – ધમકી આપનાર શખ્સ પાસામાં ધકેલાયો

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

લતીપરના શખ્સને પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલમાં મોકલી આપ્યો

રાજકોટમાં લોકો પાસેથી ધંધાના નામે ઠગાઇથી પૈસા મેળવી ધાક ધમકી આપના શખ્સને પોલીસે પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલી દીધો છે.
જાણવા મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાની સુચનાથી શહેરમાં લોકો પાસે ધંધાના નામે ચીટીંગથી પૈસા મેળવી

Subscribe Saurashtra Kranti here

બાદમાં આ પૈસા પરત નહી આપી ધાક ધમકી આપનાર ખોડા નાગજીભાઇ રામાણી (રહે. પેરેમાઉન્ટ સોસાયટી, યુનિ. રોડ, હાલ લતીપર તા. ધ્રોલ )વિરૂધ્ધ અસરકારક પગલા લેવાની સુચના અન્વયે ડી.સી.બી. પી.આઇ. વી.કે. ગઢવી સહિતના સ્ટાફે આરોપી વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી હોય, જેને પોલીસ કમિશ્ર્નર દ્વારા મંજુર કરાતા ડી.સી.બી.ના સ્ટાફે આરોપી ખોડા રામાણીની અટકાયત કરી

Read About Weather here

પાસા વોરંટની બજવણી કરી તેને વડોદરા જેલ ખાતે ધકેલી દીધો છે. આરોપી ખોડા રામાણી વિરૂધ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના પાંચ ગુના તથા પુનાના હીજબડી પોલીસ સ્ટેશનનો છેતરપીંડીનો ગુનો નોંધાયેલો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here