ટ્રેનની સામે મહિલાને આપ્યો ધક્કો…!

ટ્રેનની સામે મહિલાને આપ્યો ધક્કો…!
ટ્રેનની સામે મહિલાને આપ્યો ધક્કો…!
ઘટના રોઝિયર મેટ્રો સ્ટેશનની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક વારંવાર આમથી તેમ પ્લેટફોર્મ પર આંટફેરા કરી રહ્યો હતો. જેવી જ મેટ્રો ટ્રેનનો આવવાનો સમય થયો તે ભાગીને આવ્યો અને તેને પ્લેટફોર્મમાં આગળ ઊભેલી મહિલા ધક્કો મારી દીધો, અને આ સાથે મહિલા ટ્રેક પર પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં એક રુંવાટા ઊભી કરનારી ઘટના ઘટી છે. અહીં મેટ્રો સ્ટેશન પર એક માથા ફરેલ વ્યક્તિએ એક મહિલાને પ્લેટફોર્મ પરથી ધક્કો મારી દીધો, ત્યારે આ મહિલા ટ્રેનના ટ્રેક પર પડી હતી. જો કે મેટ્રો ટ્રેનના સતર્ક ડ્રાઈવરે યોગ્ય સમયે બ્રેક મારી દેતા મહિલાનો જીવ બચ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર લગાડવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે.સારી વાત એ રહી કે મેટ્રો ટ્રેનના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક મારી દીધી જેના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.મહિલાને ધક્કો માર્યા બાદ આરોપી યુવક ત્યાંથી ભાગી ગયો હતો.

જો કે તેને બીજા મેટ્રો સ્ટેશન પરથી હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાં પકડી લીધો હતો. ઘટના પછી મહિલા અને મેટ્રો ડ્રાઈવર બંને આઘાતમાં છે. તો આ ઘટનાને લઈને બ્રસેલ્સ ઈન્ટરકોમ્યૂનલ ટ્રાંસપોર્ટ કંપનીના પ્રવક્તા ગાઈ સબલોને ધ બ્રસેલ્સ ટાઈમ્સને જણાવ્યું કે ડ્રાઈવરે ઘણી સતર્કતા દાખવી જેને કારણે મહિલાનો જીવ બચ્યો.

Read About Weather here

જો કે આ ઘટનાને કારણે ડ્રાઈવર અને પીડિતા બંને આઘાતમાં છે. માથા ફરેલી વ્યક્તિ શું ઈચ્છતો હતો તે જાણવા મનોચિકિત્સકને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે બંનેને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here