ટોકયોમાં બે વિશ્ર્વ નેતાઓ મોદી અને બાઇડનનું વિચાર મંથન

ટોકયોમાં બે વિશ્ર્વ નેતાઓ મોદી અને બાઇડનનું વિચાર મંથન
ટોકયોમાં બે વિશ્ર્વ નેતાઓ મોદી અને બાઇડનનું વિચાર મંથન
આજે જાપાનના પાટનગર ટોકયોમાં અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની દ્વિપક્ષીય મંત્રણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, આપણી ચિંતાઓ અને હિતોના રક્ષા માટે સંયુક્ત રીતે કામ કરવાનું રહેશે. ઈન્ડીયા યુએસ ઈન્સેન્ટીવ એગ્રીમેન્ટ એ બંને દેશો વચ્ચેના રોકાણનું એક મહત્વનું આયામ બની રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથેની આ દ્વીપક્ષીય મંત્રણા દરમ્યાન અમેરિકાના પ્રમુખ જો બાઈડને ભારત અને અમેરિકાની સંયુક્ત ભાગીદારી સાચા અર્થમાં વિશ્ર્વાસની ભાગીદારી છે તેવું જણાવતા ઉમેર્યું હતું કે આપણે સંયુક્ત હિતો અને મુલ્યોના મારફતથી બન્ને દેશ વચ્ચે વિશ્ર્વાસનું બંધન મજબૂત કરી શકીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

બાઈડને એક મહત્વના વિધાનમાં કહ્યું કે પ્રધાનમંત્રીજી, આપણે ધરતી પરના સૌથી સારા દોસ્ત બની શકીએ છીએ અને આ માટે અમેરિકા પ્રતિબદ્ધ છે.વડાપ્રધાન સાથેની આ મુલાકાત દરમ્યાન યુક્રેન-રશિયાનો મુદો પણ ચર્ચાયો હતો અને ખાસ કરીને ભારત એ જે રીતે આ યુદ્ધમાં રશિયા સાથેના તેના સંબંધોને પણ મહત્વ આપ્યું છે.
બાઈડને બંને દેશો વચ્ચેના સંબંધોની આ નકારાત્મક ભૂમિકામાં વાતચીત ચાલુ રાખવાનો સંકેત આપ્યો હતો.

Read About Weather here

યુક્રેન પરના રશિયાના આક્રમણના પગલે ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં રહેલા તનાવને એક બાજુ મુકીને આજે ટોકયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચેની શિખર મંત્રણાના પગલે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરી ઉષ્માના સંકેત છે અને આગામી દિવસોમાં જો બાઈડનની ભારત યાત્રા પણ શકય બની શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here