એક મહિના પૂર્વે ગેરકાયદેસર બાંધકામની અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હોવા છતાં પણ તંત્રની કોઇ કાર્યવાહી નહીં: ટીપી શાખા સામે સર્જાતા સવાલો

રાજકોટ મહાનગર હવે સ્માર્ટ સીટી બનવા માટે હરણફાળ ભરી રહ્યું છે. વિકાસના કામોની વાત કરીએ તો શહેરના તમામ વિસ્તારો હાલમાં ડેવલોપ થઇ રહ્યા છે. પરંતુ રાજકોટની મુખ્ય એક સમસ્યા બની છે. તે છે ગેરકાયદે બાંધકામ. રાજકોટ શહેરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here
તંત્ર દ્વારા એવા દાવાઓ પણ કરવામાં આવે છે કે, તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવે છે અને ગેરકાયદે બાંધકામ ચલાવી લેવામાં નહીં આવે. પરંતુ ખરેખર વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી રહી છે. ત્યારે વાત કરીએ તો શહેરના બહુ ચર્ચીત સામાંકાંઠના વિસ્તારમાં સંતકબીર રોડ ઇમીટેશન માર્કેટ પાસે શ્રી રણછોડ નગર શેરી.નં.1 પાસે ગેરકાયદેસર બાંધકામ થઇ રહ્યું છે આ અંગે એક જાગૃત નાગરીકે કોપોરેરશનની ટીપી શાખામાં અરજી કરી હતી. જે અરજી કર્યાને હાલ એક માસથી વધુ સમય થઇ થયો છે. પરંતુ ગંભીરતાની વાત એ છે કે આજે પણ તે બાંધકામ અડીખમ છે. તેની સામે તંત્ર દ્વારા કોઇ એક્શન લેવામાં આવ્યા જ નથીં. અરજીકર્તાએ ગયા 12માં મહિનામાં કોર્પોરેશનમાં અરજી કરી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર નોટીસ ફટકારીને સંતોષ માની લીધો હતો કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી તે બાંધકામ હાલ રંગોરગાઇને અડીખમ ઉભું છે. અને તેનું વેચાણ પણ શરૂ થઇ ગયું છે. છતાં તંત્ર તેની સામે કોઇ કાર્યવાહી કરી શક્યું નથી. આ બાંધકામ તંત્રના નિયમો અનુસાર કરવામાં આવેલ નથી. આવા તો અનેક બાંધકામો ટીપી શાખાની મહેરબાનીથી રાજકોટમાં ધમધમી રહ્યા છે. બિલ્ડર અને ટીપી શાખાની મિલીભગતને કારણે રાજકોટમાં ગેરકાયદે બાંધકામો ફલીફુલ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Read About Weather here
ટીપી શાખાના અધિકારીઓને સમયસર મલાઇ મળી જતી હોવાને કારણે કોઇ કાર્યવાહી છાસવારે કરવામાં આવતી હોતી નથી અને. બિલ્ડરો બેફામ બનીને બાંધકામો કરતા જાય છે. આવા બાંધકામોનો સિલસિલો ક્યારે અટકશે તેનો જવાબ કમિશનર પાસેથી શહેરની જનતા માંગી રહી છે. આગામી સમયમાં જો ટીપી શાખા દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અરજદાર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે. આગામી દિવસોમાં હંમેશા રાજકોટના વિકાસ અંગેનું વિચારનાર કમિશનર દ્વારા આ બાબતને ગંભરીતાથી લઇને કોઇ પગલા ભરવામાં આવશે તે જોવાનું રહ્યું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here