ટીઆરબી જવાન પોતાની ટીમને મળતા પીઆઇનું ‘મન મોર બની થનગાટ કરે’!

ટીઆરબી જવાન પોતાની ટીમને મળતા પીઆઇનું ‘મન મોર બની થનગાટ કરે’!
ટીઆરબી જવાન પોતાની ટીમને મળતા પીઆઇનું ‘મન મોર બની થનગાટ કરે’!

અમારા સુખ દુ:ખનું બસ એક જ સરનામું, વહીવટીયા ટીઆરબી જવાન વગર બધુ જ નકામું!
પીઆઇએ ધારેલું કામ થઇ જતા રાજીના રેડ: વહીવટીયો ટીઆરબી જવાન પોતાની ટીમમાં સામેલ થયો ‘હવે થાય તે સાચું’: ચર્ચા

હાલમાં પોલીસ વિભાગમાં એક નવી વાત ચર્ચાના ચોકડોળે ચળી હતી. પોલીસ અધિકારીઓની અલગ પોલીસ સ્ટેશનમાં બદલી થતાં ટીમો પણ નવી બનતી હોય છે. તે જ રીતે એક પીઆઇ પોતાની ટીમમાં એક ટ્રાફીકના વોર્ડનને સામેલ કરવા માટે પુરતા પ્રયત્નો હાથ ધર્યો હતો. અને થાય તેટલા પ્રયત્નો કરીને ટ્રાફિકના ટીઆરબી જવાનને પોતાની સાથે લેવા માટે ઉધાં માથે થઇ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પણ આખરે એ પીઆઇનું સપનું સાકાર થતા પીઆઇનું મન મોર બની થનગાટ કરતું હોવાની વાતે જોર પકડ્યું છે. લોકોના મનમાં એ પ્રશ્ર્ન થાય કે આ ટીઆરબી જવાનમાં એવી શું ખાસ વાત હશે કે જેને લઇને આટલી મથામણ પીઆઇ દ્વારા કરવામાં આવી રહી હતી??

Visit Saurashtra Kranti Homepage here

પણ આ ટીઆરબી જવાનમાં અનેક ખાસ વાતો છે એટલે કે પોતે વહીવટ કરવામાં માસ્ટરી ધરાવે છે. આ ઉપરાંત શહેરના અમુક ખાસ પોઇન્ટ પર કમાણીનો મોનોપોલી પણ તે જાણે છે. આવી અનેક સિધ્ધિઓ ધરાવતો હોવાથી તેને પીઆઇ પોતાની ટીમમાં સામેલ કરવા માંગતા અને તે તેને કરી બતાવ્યું છે. અને પીઆઇ સહિત તેની ટીમની ખુશી સમાઇ શકતી નથી તેટલા રાજીના રેડ છે કારણકે જે ભાવતું હતું તે જ વૈદે કીધું જેવો ઘાટ સર્જાયો છે. પીઆઇએ ધારેલા ઓરતા પુરા થયા છે. વહીવટમાં માસ્ટરી ધરાવતા ટીઆરબી જવાનની બોલબાલ બજારમાં થઇ રહી છે. જુની કહેવત છે ને કે કમાઉ દીકરો કોને વ્હાલો ન હોય તે જ રીતે આ કમાઉ વહીવટમાં માસ્ટરી ધરાવતો ટીઆરબી જવાન સૌને વ્હાલો લાગે છે કારણ કે તેના કામ જ એવા હશે??!

Read About Weather here

પીઆઇને પોતાની ટીમમાં માંગેલો જ ટીઆરબી જવાન મળી જતા હવે આગામી સમયમાં શુ થાય તે જોવાનું રહ્યું કારણકે હવે થાય તે સાચું હવે આ વહીવટીયા ટીઆરબી જવાન પાસે શુ કામગીરી કરાવામાં આવશે. અને વહીવટ સોંપવામાં આવે છે કે કેમ કારણકે વહીવટમાં તો ટીઆરબી જવાન માસ્ટર છે અને શહેરની કઇ જગ્યાએથી આવકનું સશાંધન વધી શકે તેની તમામ વિગતો તે જાણે છે તો હવે શું કરે છે તે જોવાનું રહ્યું. કદાચ અત્યારના માહોલ મુજબ રૂક જાઓ નો પણ પીઆઇ આદેશ પણ આવી શકે કારણકે પીઆઇ પોતે જાણે છે કે અત્યારે શહેરમાં કઇ રીતે આગ ઝરી રહી છે જો આ આગમાં હાથ નાખવા જતા જો દાઝી ઝવાય તો ભારે હેરાન થવુ પડે તેવી સ્થિતી થઇ જાય તે પીઆઇ પોતે જાણે જ છે. અને હાલમાં શહેરભરમાં પણ એક જ ચર્ચા ચાલુ છે કે આ મહાન ટીઆરબી જવાનો કોણ છે?? મનમાં અત્યારે પીઆઇની ટીમ કહેતી હશે કે અમારા સુખ દુ:ખનું બસ એક જ સરનામું, વહીવટીયા ટીઆરબી જવાન વગર બધુ જ નકામું. તો આગામી દિવસોમાં શું થાય તે જોવાનું રહ્યું(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here