રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડ છે જેમાં વહીવટી સરળતા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઇસ્ટ ઝોન (પૂર્વ ઝોન), સેન્ટ્રલ ઝોન (મધ્ય ઝોન) અને વેસ્ટ ઝોન (પશ્ર્ચિમ ઝોન) આમ કુલ ત્રણ(3) વિભાગમાં વોર્ડની વહેંચણી ઇસ્ટ ઝોન (પૂર્વ ઝોન)માં વોર્ડ નં.4,5,6,15,16 અને 18 સેન્ટ્રલ ઝોન (મધ્ય ઝોન)માં વોર્ડ નં. 2,3,7,13,14 અને 17 તેમજ વેસ્ટ ઝોન (પશ્ચિમ ઝોન)માં વોર્ડ નં. 1,8,9,10,11 અને 12 આમ 6(છ) વોર્ડના ભાગ પાડી ત્રણેય ઝોનમાં ઝોન કચેરી કાર્યરત કરવામાં આવેલ છે
Visit Saurashtra Kranti Homepage here
આ ઝોન કચેરીઓમાં ડેપ્યુટી કમિશનરની અલાયદી એ.સી. ચેમ્બર, ઈનોવા ગાડી, મિટિંગ રૂમ, કોન્ફરન્સ હોલ બનાવવામાં આવેલ છે જયારે આ તમામ સુવિધાઓ અને સ્વતંત્ર નિર્ણય લેવાની સત્તા ડેપ્યુટી કમિશનરને આપેલ હોય ત્યારે તેઓ શા માટે ઝોનલ કચેરીમાં હાજર રહેતા નથી.ઇસ્ટ ઝોન કચેરીમાં ડેપ્યુટી કમિશ્નર અનેક દિવસો સુધી ફરકાતા નથી તેમજ વેસ્ટ ઝોન કચેરીમાં પણ આવી જ સ્થિતિ છે ત્યારે વિવિધ વિકાસ કામોની ફાઈલો અને રૂટીન કામગીરી અંગેના કામો છેક એક અઠવાડિયે અથવા 10-10 દિવસે કામની ફાઈલોની નિકાલ થાય છે અને અમુક અમુક કામોની ફાઈલો તો ગુમ થઈ જાય છે અને નવી ફાઈલો ઉપસ્થિત કરવી પડતી હોવાની ખાનગીમાં માલુમ પડેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
ઉક્ત તમામ હકીકતો ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ બંને ડેપ્યુટી કમિશનરને ઝોન કચેરીમાં સમયસર હાજર રહેવા અને ફાઈલોનો નિકાલ કરવામાં ચીવટ રાખવા અને ફાઈલ ટ્રેસિંગ કરાવી રોજબરોજની કામગીરી આપના ધ્યાનઉપર મુકવામાં આવે તે પ્રકારની કામગીરી કરવા રાજકોટના નગરજનો વતી ભાનુબેન સોરાણીએ રજૂઆત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here