ઝઘડાનો ખાર રાખી પરિણીતાને ત્રાસ આપી કાઢી મુકાઇ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુરૂવાર પીપળીયા હોલ પાસેની સહકાર સોસાયટી શેરી નંબર -2 માં માવતરને ત્યાં છેલ્લા ચાર મહિનાથી રહેતી હીનાબેન નામની 40 વર્ષની પરિણીતાએ પતિ તેજસ, સાસુ ઉષાબેન કમળાશંકર દવે, દીયર ગૌરાંગ, દેરાણી મમતાબેન અને નણંદ મનીષાબેન (રહે, બધા ધ્રાંગધ્રા) વિરૂધ્ધ ત્રાસ આપી, મારકુટ કર્યાની ફરીયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે. ફરીયાદમાં તેણે જણાવ્યું છે કે, 2021 માં તેના લગ્ન થયા હતાં. લગ્નનાં દિવસે તેના ભાભીએ પતિનું રીવાજ મુજબ નાક ખેંચતા પતિને ખોટું લાગી ગયું હતું. જેને કારણે તેણે માંડવામાં જ બધા વચ્ચે તેમને અપમાનીત કરી ધમાલ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તે વખતે તેના નણંદે કહ્યું કે આ કોર્ટ કચેરીવાળા માણસો છે. આપણે અહીંથી જતા રહીએ. લગ્નનાં બીજા જ દિવસે સવારે સાસુ અને નણંદે તેના પતિનો તેના ભાભીએ નાક ખેંચ્યો હોવાથી તેનો ખાર રાખી તેની સાથે ગાળાગાળી કરી અને કહ્યું કે, તારે અહી રહેવું હોય તો જ તારો સામાન ખોલજે, બાકી આજે જ તારા બાપનાં ઘરે જતી રહેજે, તારી પહેલા તેજસ માટે ઘણી છોકરીઓ જોઈ છે, તું અહીંથી જતી રહીશ તો અમે બીજી છોકરી સાથે લગ્ન કરાવી નાખશું. આ વાત સાંભળી તે અવાચક બની ગઈ હતી. પતિને આ બાબતે કહેતા કાંઈ કહ્યું ન હતું. દિયર અને દેરાણીએ કહ્યું કે, તારે અહીં અમે કહીએ તેમ જ રહેવાનું, નહીતર દરવાજા ખુલ્લા જ છે, તારી ઉપર દયા ખાઈને તેજસનાં લગ્ન કરાવ્યા છે. આ રીતે તેના મેડીકલ પ્રોબ્લેમ વિશે સંભળાવ્યું હતું. તેણે પોતાની આ તકલીફબાબતે લગ્ન પહેલા જ બધાને માહિતગાર કરી દીધા હતાં.

Read About Weather here

છતાં તેની મજાક ઉડાવી હતી. આમ છતાં તેણે સાસરીયાઓને કહ્યું કે, તમે કહેશો એમ જ હું કરીશ. પરિણામે ત્રણ દિવસ સુધી કોઈએ કશું જ કહ્યું ન હતું. એક દિવસ રાત્રે પતિ બહારથી ઘરે આવી બધાની સામે ધુણવા લાગ્યો હતો. એટલું જ નહીં. દિવાલમાં માથા પછાડયા હતાં. બીજા દિવસે રાત્રે ફરીથી જોર જોરથી હસવા લાગ્યો હતો, અને ફરીથી ધુણી તેને મારકુટ કરી કહ્યું કે, તુ રાજકોટ ભેગી થઈ જા. પતિના આવા વર્તનથી તેની તબીયત ખરાબ થઈ ગઈ હતી. બીજા દિવસે દેરાણી અને નણંદની ચડામણીથી પતિ અને સાસુએ રાજકોટ જતી રહેવાનું કહેતા પતિ ગઈ તા. 14.1.2022 નાં રોજ તેને ગ્રીનલેન્ડ ચોકડી સુધી મુકી જતો રહ્યો હતો. ત્યારબાદ પતિને તેના આ વર્તન બાબતે કોલ કરી પુછતા કહ્યું કે, મને પહેલેથી જ આવી તકલીફ છે. તારે આવું હોય તો તેડી જાવ. આ રીતે પતિએ તેની બીમારી વીશે કોઈ નક્કર વાત નહી કરતાં પોલીસમાં અરજી કરી હતી. પોલીસે બન્ને પક્ષોને બોલાવી સમજાવ્યા હતાં. તે વખતે પતિએ તેડી જવાની તૈયારી બતાવી હતી. પરંતુ પોતાની બીમારી વીશે કોઈ નક્કર વાત નહી ંકરતા આખરે ફરીયાદ નોંધાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here