જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટેની પરીક્ષા આગામી તા.11 જૂનને રવિવારના રોજ લેવામાં આવશે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી ગુજરાતી માધ્યમ માટે કુલ 3,93,786 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે અંગ્રેજી માધ્યમના 3,540 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જેમાં સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં 64,354 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

સરકારી શાળાઓના ધો.8 પાસ વિદ્યાર્થીઓની આગામી 11 જૂનના રોજ રવિવારે લેવાનાર પરીક્ષામાં 120 માર્કના 120 MCQ ટેસ્ટ રહેશે. આ પરીક્ષાનો સમય સવારે 11થી 1.30 વાગ્યાનો રહેશે. પરીક્ષા આપ્યા બાદ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને ધો.9 થી 12માં સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે. જેમાં વિદ્યાર્થીઓને ધો.9 અને 10માં વર્ષે રૂ.20,000 તો ધો.11 અને 12માં વર્ષે રૂ.25,000ની શિષ્યવૃત્તિ મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here