ગરમીથી રાહત મેળવવા નદીમાં ન્હાવા પડતાં તમામ સભ્યો ડૂબી ગયા હતા, જોકે રાજપીપળા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે એક મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો જ્યારે અન્ય 4 વ્યક્તિઓને નાં મૃતદેહ સોમવારે સવારે મળ્યા હતા. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યો માંડણ ગામે ફરવા આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
ભરૂચ જિલ્લાના જોલવા ગામના ડૂબી ગયેલા વ્યક્તિઓમાં જનકસિહ બલવંતસિહ પરમાર (ઉ.વ 35), જીગનીશાબેન જનકસિહ પરમાર(ઉ.વ 32), પૂર્વરાજ જનકસિહ પરમાર (ઉ.વ 8), વિરપાલસિહ પરબત સિહ ચૌહાણ (ઉ.વ 27) તથા ખુસિબેન/સંગીતાબેન વિરપાલસિહ ચૌહાણ(ઉ.વ 24) માંડણ ગામે આવ્યા બાદ અસહ્ય ગરમીને કારણે ત્યાં નદીમાં ન્હાવા પડ્યા હતા, પાણીની ઊંડાઈથી અજાણ તેઓ આગળ જતાં એક પછી એક ડૂબવા માંડ્યા હતા.એમની આસપાસ પણ કોઈ હતું નહિ એટલે એમને બચાવવા પણ કોઈ આવી શક્યું નહોતું.
Read About Weather here
જો કે નજીકમાં જ એમની 2 બાઈક અને ચપ્પલ પડેલા જોઈ અમુક લોકો ડૂબી ગયા હોવાનો ગ્રામજનોને લાગ્યું હતું, એમાંથી કોઈકે રાજપીપળા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સાથે સાથે રાજપીપલા નગરપાલીકાની ફાયર ફાઈટરની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી.ફાયર ફાઈટરની ટીમે જીગનીશાબેન જનકસિહ પરમારનો મૃતદેહ હાથે લાગ્યો હતો.અંધારું થઈ જતાં એમણે પણ શોધખોડ બંધ કરી દીધી હતી. અમારા રાજપીપળા પ્રતિનિધિએ આ ઘટના બાબતે ટાઉન પી.આઇ. સાથે ટેલીફોનીક વાત કરતા થોડીવાર રહીને માહિતી આપુ એમ જણાવ્યું હતું જ્યારે અડધો કલાક બાદ ફોન રીસીવ ન કરતા અમારા પ્રતિનિધિ પોલીસ મથકે પહોચ્યા તો ત્યાં પણ પૂરી વિગત અપાઈ ન હોય જ્યારે અમુક પત્રકારોને વિગત અપાઈ હોવાનું જાણવા મળતાં આ બાબતે ડીવાયએસપી મોદીનો અમે સંપર્ક કરતા તેમણે કહ્યું કે ઘણા પત્રકારોના ફોન આવતા હતા પરંતુ બધા મૃતકોના નામ મળ્યા ન હોવાથી આમ થયું હતું.ત્યારબાદ બાકીના ચાર મૃતદેહો સોમવારે સવારે મળતા રાજપીપળા સિવિલમાં પી.એમ માટે લવાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here