આવતીકાલે 2જી ઓકટોબર, મહામાનવની જન્મજયંતી: વર્તમાન યુગમાં ગાંધીમૂલ્યોનાં અમલની સૌથી વધુ જરૂર: આજની નવી પેઢી ઉત્સુકતાથી પુછે છે, ગાંધીજી કોણ હતા?: યુવા પેઢીના સવાલમાં છુપાયા છે અનેક અર્થ, એમને આજે જોઇએ છે આવા મૂલ્યોની સમજણ આપનારા મહાનુભાવ: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડન ગાંધી મુલ્યોને યાદ કરે એ દર્શાવે છે ગાંધીજીના વારસાનું મૂલ્ય
આવતીકાલે તા.2 ઓકટોબરે દેશનાં એક એવા મહામાનવની જન્મજયંતી છે જેને જાણવા અને સમજવા માટે 150 વર્ષ પછી આજની નવી પેઢી, માત્ર ભારતની નહીં બલકે વિશ્ર્વ આખાની નવી પેઢી આતુર અને ઉત્સુક દેખાય છે.
Visit Saurashtra Kranti Homepage here
એ મહામાનવ કે જેમણે અર્ધનગ્ન શરીર સાથે માત્ર પોતડી પહેરીને અને સાદી લાકડી હાથમાં રાખી જેનો સુર્ય કદી આથમતો ન હતો એવા બ્રિટીશ સામરાજયને ભારતની ધરતી પરથી તગેડી મુકવાનું મહાકાર્ય સીધ્ધ કર્યુ
અને અંગ્રેજોની 200 વર્ષની ગુલામીની ઝંઝીરોની કેદમાં જકડાયેલા મહાન રાષ્ટ્ર ભારતને આઝાદ કરાવ્યું. આવતીકાલે આપણે ખુબ જ યાંત્રીક રીતે આવતીકાલે આ મહામાનવ એટલે કે, મોહનદાસ કરમચંદ ગાંધી એટલે
કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરશું. દેશ આખામાં ચરખા પર ખાદી કાંતવાના નાટકો થશે, દેશના પાટનગરથી માંડીને શહેરો અને ગામોમાં ગાંધીજીની પ્રતિમાઓ સામે ઉભા રહીને પી-1 જેવી મોંઘીદાટ ખાદી
પહેરાલા નેતાઓની ફૌજ વંદન કરવા ઉભી રહી જશે અને બાપુની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરશે. ચળકતી અને વૈભવી કિંમતી મોટરોમાં આવીને નેતાગણ, મંત્રીઓ, શુટબુટ પહેરેલા અધિકારીઓ, જીવનભર સાદગીને અપનાવનાર
આ મહાત્માની પ્રતિમાને ફુલનો હાર પહેરાવીને એક ઔપચારીકતાને પુર્ણ કરશે. અહીં માત્ર આ વાતને કરવી નથી. અમારા આ લેખનો મુદ્ો બિલકુલ અલગ છે પણ મહાત્મા ગાંધીની સાથે સો ટકા સંકળાયેલા છે.
દેશને આઝાદ થયાને સાડા સાત દાયકાથી વધુ સમય પસાર થઇ ચુકયો છે ત્યારે આજે ગાંધીજીને માત્ર પુસ્તકો થકી અને 2 ઓકટોબરે થતા આડંબર ભર્યા રાજકીય કાર્યક્રમો મારફત ઓળખતી આજની નવી પેઢીના મનમાં અનેક સવાલો ધુમરાઇ રહયા છે.
શું આપણે ગાંધીજીને માત્ર પુસ્તકો અને પ્રતિમાઓમાં કેદ કરી દીધા છે?, ગાંધી મુલ્યો માત્ર પ્રોફેસર કક્ષાના પ્રવચનો પુરતા સીમીત થઇને રહી ગયા છે?, ખરેખર આપણે ગાંધી મૂલ્યોનું અનુસરણ કરી રહયા છીએ
કે માત્ર દંભ અને ડોળ કરી રહયા છીએ? આજની આપણા દેશની જ માત્ર નહીં પણ વિશ્ર્વભરની નવી પેઢી ગાંધીજીને જાણવા માટે તલપાપાડ છે. એમના મૂલ્યો, એમના જીવન અને કવન, રાષ્ટ્રની આઝાદી માટેના એમના સંઘર્ષ અને
પ્રેરક નેતૃત્વ વીશે જાણવા-સમજવા માટે નવી પેઢી ખુબ જ આતુર બની છે. એમને લાગે છે કે, ગાંધી મૂલ્યોની અગાઉ કદી ન હતી એટલી સખત જરૂર આજના યુગમાં ઉભી થઇ છે. માત્ર ભારત નહીં વિશ્ર્વના અન્ય એવા અનેક દેશો છે.
જયાં ગાંધી મુલ્યોના મહત્વનો સ્વીકાર કરવામાં આવી રહયો છે. ગાંધીજીએ ચીંધેલા અભિવ્યકીતના સ્વાતંત્ર્ય, વ્યકિતગત અને સામુહિક આઝાદી, ન્યાય પ્રિયતા, સાદગી અને સ્વચ્છતા, તમામ ધર્મોનું સન્માન, દરેક કોમ-જ્ઞાતી અને સમાજને
સમાન ધોરણે ન્યાય આપવાની વૃતિ જેવા અનેક ગાંધી સીધ્ધાતો વિશ્ર્વભરની નવી પેઢીને આકર્ષી રહયા છે. એમણે આ સીધ્ધાતોને આધારે વ્યકિત સ્વાતંત્રીયની લડત શરૂ કરી છે.
માનવી તરીકે સન્માનભેર પુરી આઝાદી સાથે જીવન જીવી શકાય એ માટેના અભિયાન વિશ્ર્વના અનેક દેશોમાં શરૂ થયાનું આપણે જોઇ રહયા છીએ. ભારત સહિત વિશ્ર્વભરમાં ફરી એક વખત
રૂઢીવાદ, આતંકવાદ, કોમ-કોમ વચ્ચેના ભેદ, રંગ ભેદ, જાતી ભેદ, પોતાની જ પ્રજા પર દમન અને અત્યાચારો જેવા અનેક દુષણોથી વિશ્ર્વના અનેક દેશો ધેરાયેલા જોવા મળે છે.
ભારતમાં પણ છેલ્લા કેટલાક સમયથી અસહિષ્ણુતાનું વાતાવરણ એકાએક સમાજ જીવને ધેરી રહેલુ દેખાય છે. પરસપર જ દ્વેશભાવ, અવિશ્ર્વાસ, અભિવ્યકિતની આઝાદી પર તરાપ, એકમેકના ધર્મ પ્રતિ માન અને સન્માનની લાગણીઓનો અભાવ, લોકશાહી ઢબે અવાજ
ઠાવવાના અધિકાર પર તરાપ જેવા અનેક દુષ્ણો આ મહાન રાષ્ટ્રને ધેરી રહેલા દેખાય છે ત્યારે ખરા અર્થમાં દેશ પ્રેમી આપણા બાંધવોને તીવ્ર પણે ગાંધી મુલ્યોની જરૂરીયાત સમજાઇ રહી છે.
એમને લાગે છે કે, ગાંધીજી હયાત હતા એ જમાના કરતા પણ વધુ આજનાં અરાજકતા ભર્યા સમયમાં ગાંધી મુલ્યોની સૌથી વધુ તાતી જરૂરીયાત ઉભી થઇ છે.
ગાંધીજીએ ખુદ એમના જીવનને સત્ય, નીતિમતા, સાદગી, સ્વચ્છતા, ન્યાય પ્રિયતાનો ઉમદા નમુનો બનાવીને જે તે સમયે દેશ આખાને પ્રેરણા આપી હતી.
અત્રે એ રસપ્રદ રહેશે કે, ગાંધીજીએ અંગ્રેજોની ગુલામી સામે નિર્ણાયક લડત આપવાની પ્રેરણા ઇસ્લામી ઇતિહાસના સૌથી પ્રેરક ગણાતા જંગ કરબલાના યુધ્ધમાંથી મેળવી હતી.
એ ઇતિહાસ બહુ ઓછાને ખબર હશે. ગાંધીજી ખુદ એક વખત લખી ગયા છે કે, કરબલામાં લગભગ 1400 વર્ષ પહેલા થયેલા હઝરત ઇમામ હુસેન અને યઝીદી ફૌજ વચ્ચેનાં અકલ્પનીય યુધ્ધમાંથી
મેં આઝાદી જંગની પ્રેરણા લીધી અને અંગ્રેજો સામે અસહકાર આંદોલનની ચેતના જગાવી હતી. આજે આ મહામાનવને રાજકીય ભાષણોમાં, વાર્ષિક કાર્યક્રમોમાં યાદ કરીને ભુલી જવામાં આવે છે.
વિદ્યાર્થીઓ એમના પાઠય પુસ્તકોના એક ચેપ્ટર રૂપે અભ્યાસ કરીને બાદમાં આ મહામાનવને વિસારે પાડી દે છે. પરંતુ ગાંધીજી જે અમુલ્ય વારસો છોડી ગયા છે તે ગમે તેટલા પ્રયાસો છતાં પણ ભોમાં ભંડારી શકાશે નહીં.
અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડનને મળવા માટે ભારત દેશના વડાપ્રધાન જાય અને વિચાર વિનીમય સમયે અમેરીકાના પ્રમુખ મહાત્મા ગાંધીના મુલ્યોને યાદ કરે એ ગાંધીજીના વારસાનું મુલ્ય સમજાવે છે
Read About Weather here
અને આપણી છાતી ગૌરવથી ગદગદ થઇ ફુલી જાય છે. દેશના આજના રાજકીય અને સમાજીક રીતે દુષીત અને વિકૃત થતા જતા હવામાનમાં દેશનો સામાન્ય નાગરીક એકી અવાજે મનમાં એક જ પ્રાર્થના કરી રહયો છે કે, ભારત દેશને આજે વધુ એક મહાત્મા ગાંધીની જરૂર છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here