મૂળ જેતપુરના ખારચિયાના અને હાલ રાજકોટના મોટામવા પાસે પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલભાઇ પ્રવિણભાઇ સેંજલીયા (પટેલ) (ઉ.વ.47)એ ફરિયાદમાં છગન કાબા રાઠોડ,વિપુલ છગન રાઠોડ અને જનક છગનનું નામ આપતા કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.મેહુલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહું છું અને શાપર વેરાવળમાં મારે ફોરજીગનું કારખાનું છે તેમાં વેપાર કરૂ છું અને મારા ગામ ખારચીયામાં હોરીધાર નામે ઓળખાતી સીમમાં 30 વિઘા ખેતીની જમીન આવેલ છે.તેમાં ચંદનનું વાવેતર તથા ફુટનું વાવેતર કરેલ છે તેમજ મારી વાડીએ રહેણાંક મકાન છે.
Visit Saurashtra Kranti Homepage here
હું ધોરણ.10 સુધી ભણેલ છુ.હું તથા મારો પરિવાર તથા મારાભાઇ રાજેશભાઇ તથા જીજ્ઞેશભાઇ તથા મારા પિતાજી એમ બધા છ સાત દિવસ પહેલા રાજકોટથી અમારા ગામ ખારચીયા મારી વાડીએ રહેણાંકે આવેલ હતા અને બાળકોના વેકેશન હોય જેથી અમો અમારી વાડીએ રોકાયેલ હતા મારી જમીનની બાજુમાં શેઢે જ મારા મોટા બાપુજી ધનજીભાઇ પ્રેમજીભાઇ સેંજલીયાની જમીન આવેલ છે તે જમીનનો વહીવટ તેનો દીકરો હરેશભાઇ કરે છે તેની વાડીએ અમારા ગામના મજુરો રહે છે અને ખેતી કામ કરે છે. ગઈકાલે હું મારૂ એક્ટીવા લઇને અમારા ખારચીયા ગામની મારી વાડીએ જતો હતો અને મારી વાડીની બાજુમાં મારા મોટા બાપુની વાડીએ રહેતા મજુરનું મોટર સાયકલ ત્યાં રસ્તામાં પડેલ હોય જેથી મે તેઓને કહેલ કે, તમો બાઇક શું કામ રસ્તામાં રાખો છો તો ત્યાં વાડીએ હાજર છગનભાઇ કાબાભાઇ રાઠોડ તથા તેના દીકરા વિપુલ છગનભાઇ રાઠોડ તથા જનક છગનભાઇ રાઠોડની સાથે મારે બોલાચાલી થઈ હતી.
Read About Weather here
તો તે ત્રણેય મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા.મેં ગાળો દેવાની ના કહેતા છગને લાકડી વડે ડાબા પગના સાથળમાં એક ઘા મારી દીધો હતો તેમજ જનકે લાકડી વડે મને ડાબા પગના સાથળમાં મારમાર્યો હતો તેમજ ત્યાં ખેતી કામમાં ઉપયોગમાં લેવાતી લોખંડની હાથાવાળી આગળ અણીવાળી ખુરપી હતી તે લઇને વિપુલ મને મારવા દોડ્યો હતો.મે વચ્ચે હાથ નાખતા મને હાથની બીજા નંબરની આંગળીનું ટેરવું કપાઇ ગયું હતું તેમજ ત્રીજા નંબરની આંગળીમાં પણ લાગ્યું હતું અને બીજો ઘા ઝીંક્યો તો મને જમણો હાથની પ્રથમ આંગળીમાં ઇજા થઇ હતી અને અવાજ થતાં મારી વાડીએથી મારા ભાઇ જીજ્ઞેશભાઇ તથા મારા જીજાજી અશોકભાઇ વસોયા બંને આવ્યા અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here