Breaking : જેતપુરના પાંચપીપળા ગામમાં ઓરડીમાં એકલા સુતેલા યુવકની છરીના ઘા મારી હત્યા

જેતપુર
જેતપુર

Subscribe Saurashtra Kranti here

જેતપુર પીએસઆઇ પી. જે. બાંટવાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જેતપુર તાબેના પાંચપીપળા ગામે ઓરડીમાં એકલા સુતેલા મુળ ડેડરવાના ભાવેશ ઉર્ફ મનો કેશુભાઇ મોરબીયા (ખાંટ) (ઉ.વ.૨૫)ને હોળીની વહેલી સવારે ચારેક વાગ્યે તે એકલો સુતો હતો ત્યારે અજાણ્યો શખ્સ અંદર ઘુસી છાતી, માથા, ગળા, હાથ, ખભા, હથેળી પર છરીના ઘા ઝીંકી ભાગી ગયું હતું. ભાવેશને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તેણે ગત મોડી રાતે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. ભાવેશની હત્યાનો ભેદ ઉકેલવા જેતપુર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યા કોણે શા માટે કરી? હત્યારા કોણ? તે અંગે રહસ્ય સર્જાયુ છે.

ભાવેશ ૨૮મીએ રવિવારે વહેલી સવારે ઓરડી-ઝૂપડામાં સુતો હતો ત્યારે ચારેક વાગ્યે તેના પર છરીના ઘા થયા હતાં. બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે ભાવેશના મામા સરધારપુર ગામે રહેતાં કેશુભાઇ ઉર્ફ હકાભાઇ પોપટભાઇ સરવૈયા (ખાંટ) (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૦૭, ૪૫૦, ૧૩૫ મુજબ ઝૂપડામાં પ્રવેશ કરી ઉંઘી રહેલા ભાવેશને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધ્યો હતો. ભાવેશે સારવારમાં દમ તોડી દેતાં હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કરાયો છે.

કેશુભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી બહેન સવિતાબેનના લગ્ન બત્રીસ વર્ષ પહેલા ડેડરવાના કેશુભાઇ ભુરાભાઇ મોરબીયા સાથે થયા હતાં. તેને સંતાનમાં ચાર બાળકો થયેલ. જેમાં મોટી દિકરી પાયલબેન જેતપુર સાસરે છે. એ પછી ભાવેશ ઉર્ફ મનો કુંવારો છે અને પાંચપીપળા ધાર વિસ્તારમાં એકલો ઝૂપડુ-કાચી ઓરડીમાં રહે છે અને મજુરી કરે છે. ત્રીજી દિકરી રીના મારી સાથે રહે છે. સોૈથી નાનો જીજ્ઞેશ મારા બહેન સવિતાબેન સાથે નવાગઢ બળદેવધાર પર રહે છે તેની સાથે રહે છે. 

ચાર બાળકો થયા બાદ મારી બહેન અને બનેવી કેશુભાઇ વચ્ચે અણબનાવ થતાં બહેન તેના ચાર સંતાન લઇને મારા ઘરે આવેલ. એ પછી તેણી પસવાળાના ઘુઘા મકવાણા સાથે છ સાત વર્ષ રહી હતી. છેલ્લા ત્રણ વર્ષથી મારી બહેન મેરામ ખાંટ સાથે બળદેવધાર નવાગઢ રહે છે. તેનો નાનો દિકરો જીજ્ઞેશ તેની સાથે જ રહે છે. ભાવેશ ઉર્ફ મનો અને નાની બહેન રીના પાંચપીપળા ઝૂપડુ વાળીને રહેતાં હતાં. રીના એકાદ માસથી મારા ઘરે રહે છે. ભાણેજ ભાવે સુવા માટે પાંચપીપળા આવતો હતો.

૨૭/૩ના રાતે દસકે વાગ્યે ભાવેશ મારું મોટરસાઇકલ લઇ પાંચપીપળા તેના ઝૂપડે સુવા ગયો હતો. તેણે હું સવારે પાછો આવીશ તેમ કહ્યું હતું. એ પછી વહેલી સવારે ૪ વાગ્યે ભાવેશે મને ફોન કરી કહ્યું હતું કે મામા મને કોઇએ છરી મારી છે, લોહી નીકળે છે તમે જલ્દી આવો. જેથી મેં પાંચપીપળા રહેતાં અક્ષય ખાંટને મોકલ્યો હતો અને હું પણ ગયો હતો. ત્યાં જઇ જોતાં ભાવેશ લોહીલુહાણ પડ્યો હતો. મેં તેને શું થયું પુછતાં તેણે કહેલ કે રાતે સાડા ત્રણેક વાગ્યે હું સુતો હતો ત્યારે કોઇ ઝૂપડામાં આવી છરીના ઘા કરી ભાગી ગયું છે. આ પછી અમે ૧૦૮ બોલાવી હતી અને જેતપુર હોસ્પિટલમાં, ત્યાંથી જુનાગઢ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ હોસ્પિટલમાં ભાવેશને ખસેડ્યો હતો.

Read About Weather here

જેતપુર પીએસઆઇ પી. જે. બાંટવાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પણ ભેદ ઉકેલાયો નહોતો. ત્યાં ગત મોડી રાતે ભાવેશે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે. રહસ્ય ઉકેલવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleLatest : રાજકોટમાં કર્ફ્યુંના સમયમાં એક કલાકનો વધારો…(રાત્રે 9 થી સવારે 6)
Next articleપોલીસ ટીમ દ્વારા મળી આવેલ 3 વર્ષની બાળકીના પરિવારની શોધખોળ કરી સુપ્રત કરી