જૂનાગઢનાં ભવનાથમાં મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ગઈકાલે પણ સવારથી ભાવિકોનો અવિરત પ્રવાહ તળેટી તરફ વહેતો રહ્યો હતો. લોકોએ ભવનાથ મહાદેવના મંદિરે દર્શન કરી અન્નક્ષેત્રમાં ભોજન-ફરાળ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
Read Saurashtra Kranti E-Paper here
શિવરાત્રી હોવાથી ભવનાથ મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. બપોરે રવેડીના રૂટ પર લોકો તડકામાં બેરીકેડ આસપાસ બેસી ગયા હતા અને કલાકો સુધી એક જ સ્થળે બેસી રહ્યા હતા.
રાત્રીના શ્રીપંચ દશનામ જુના અખાડા ખાતેથી રવેડીનો પ્રારંભ થયો હતો. જેમાં જુના અખાડાના આરાધ્યદેવ દત્તાત્રેય ભગવાન, આવાહન અખાડાના શ્રી ગણેશજી અને અગ્નિ અખાડાના આરાધ્યદેવ શ્રી ગાયત્રીમાતાજીની પાલખી જોડાઈ હતી. આ ઉપરાંત મહામંડલેશ્ર્વરો તેમજ અન્ય અખાડાના સાધુ-સંતો તેમજ દિગંબર સાધુઓ રવેડીમાં જોડાયા હતા. વાજતે-ગાજતે યોજાયેલી રવેડીમાં દિગંબર સાધુઓએ લાઠીદાવ, અંગકસરત તેમજ તલવારબાજી જેવા કરતબ રજૂ કર્યા હતા. જેને નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા.
Read About Weather here
રવેડી જુના અખાડા ખાતેથી શરૂ થઈ મોડી રાત્રે ભવનાથ મંદિરે પહોંચી હતી અને ત્યાં પ્રથમ અખાડાના આરાધ્યદેવોને મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં સાધુ-સંતોએ મૃગીમુંડમાં સ્નાન કર્યું હતું અને ભવનાથ મહાદેવની મહાઆરતી યોજાઈ હતી. આ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો મધરાતે સંપન્ન થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here