હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ‘પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા 09મી એપ્રિલે અને તલાટીની પરીક્ષા 23મી એપ્રિલના રોજ લેવા માંગે છે. પરીક્ષા કેન્દ્રોને લઈને જિલ્લાઓ પાસેથી વિગતો માંગવામાં આવી છે.’ ત્યારે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા બે તબક્કે નહીં પરંતુ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ એક જ તબક્કે યોજવાની છે. બંને ભરતી સત્તા મંડળોએ ઉમેદવારોને અફવાહોથી દૂર રહેવા જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી કહેવામાં આવ્યું છે કે, ઉમેદવારો આ પ્રકારની અટકળોથી દૂર રહીને પરીક્ષાની તૈયારી કરે. ઉમેદવારોની સંખ્યા વધે કે ઘટે તેવા કોઈપણ સંજોગોમાં પરીક્ષા તો એક જ તબક્કામાં યોજાવાની છે. તો હસમુખ પટેલે ઉમેદવારોને અપીલ કરી છે કે, ‘કોઈ બાબતે અસમંજસ-દ્વિધામાં રહેવું નહીં, પરીક્ષાની તૈયારીમાં જ ધ્યાન આપવું, કોઈ અફવા પર ધ્યાન આપીને ગેરમાર્ગે દોરાવવું નહીં.’અત્રે ઉલ્લેખનીય છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આશરે 10 લાખ અને તલાટીની પરીક્ષામાં આશરે 17 લાખ ઉમેદવાર બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. અત્યારે પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
Read Saurashtra Kranti E-Paper here
1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી.આ મામલે હવે સંભવીત પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામા આવી છે. એટલું જ નહિ નવી પરીક્ષામા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે તેવું પણ બોર્ડે જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here