જુગારની મોસમ ખીલી હોય તેમ રાજકોટના ભીચરીની સીમમાં અને નવાગામમાં મકાનમાં બંધબારણે ચાલતી જુગાર ક્લબમાં કુવાડવા રોડ પોલીસ ત્રાટકી હતી. દરોડામાં 28 શખ્સોને પતા રમતા રૂા. 2.17 લાખના મુદ્ામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
દરોડાની વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઈ. બી.એન. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.એચ. વાણીયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ એ.બી. બોખીલ, એ.ડી. મકવાણા કોન્સ્ટેબલ વિરદેવસિંહ જાડેજા, નિલેષભાઈ સરવૈયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે કુવાડવા રોડ પર આવેલ ભીચરી ગામની સીમમાં આવેલ વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ ચનાભાઈ જાદવની વાડીમાં ચાલતી જુગાર ક્લબમાં દરોડો પાડી જુગાર રમતા વિનોદ ઉર્ફે વિનુ ચના જાદવ (ઉ.35), અજય ચના જાદવ (ઉ.22), ગોરધન ડાયા સોમાણી (ઉ.45), પ્રકાશ રણછોડ જાદવ (ઉ.26), અશોક વાલજી જાદવ (ઉ.30), કલ્પેશ અમરશી ઝાપડીયા (ઉ.19), મેહુલ વિજય જાદવ (ઉ.24),હેમંત જેરામ ચાવડા (ઉ.30),
Read About Weather here
ભરત હકુ લુંભાણી (ઉ.35), મહેશ ઉર્ફે મયુર હકા ગોહેલ (ઉ.24), દિનેશ જેરામ ચાવડા (ઉ.વ.27),અનિલ વિનુ જાદવ (ઉ.21), વિજય વશરામ પલાળીયા (ઉ.વ.27) (રહે. તમામ માંડાડુંગર), ઉમેશ રામજી ધાડવી (ઉ.21), નસા છગન જાદવ (ઉ.46), હિતેષ છગન લીંબડીયા (ઉ.30), હસમુખ નસા જાદવ (ઉ.19) (રહે.તમામ નવાગામ), યોગેશ કરશન ઘુસડીયા (ઉ.30) (રહે. સંતકબીર રોડ), જનક વિઠલ ચાવડા (ઉ.વ.22, રહે. ભીચરી), હંસરાજ ગોકળ મેર (ઉ.28, રહે. મહીકા) અને સુરેશ બાબુ મકવાણા (ઉ.25, રહે. ખડવાવડી)ની રોકડ 80 હજાર અને મોબાઈલ ફોન 14 મળી કુલ 1.83 લાખના મુદામાલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં નવાગામના મીરા પાર્કમાં રહેતા પરેશ ઉર્ફે પલો ખીમજી લખતરીયાના મકાનમાં બંધબારણે ચાલતા જુગારમાં કુવાડવા રોડ પોલીસે દરોડો પાડી પરેશ ઉર્ફે પલો ખીમજી લખતરીયા, વાલજી બીજલ માટીયા, મનોજ બચુ સોલંકી, સંજય બટુક ઝાપડા, વિનોદ રેવા વોકીયા, અને દિલીપસિંહ તેજુભા ઝાલાને રોકડ 33700 સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here