જીવ અને આરોગ્યના જોખમે શિક્ષણ…!

જીવ અને આરોગ્યના જોખમે શિક્ષણ…!
જીવ અને આરોગ્યના જોખમે શિક્ષણ…!
ઈમારત 20 વર્ષ કરતા જુની હોવાથી ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં જોવા મળતા આંગણવાડીમાં એકડો ઘૂંટતા બાળકોની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ છે. જસદણના બળધોઈ ગામે આવેલ બળધોઈ-2 આંગણવાડી કેન્દ્ર નંબર-13ની ઈમારત જર્જરિત બની જતા છતના પોપડા ઉખડવા લાગ્યા છે, દીવાલોનું પ્લાસ્ટર ઉખડવા લાગ્યું છે.આંગણવાડીમાં હાલ 6 વર્ષ સુધીના 78 ભૂલકાંઓ અભ્યાસ કરી રહ્યા છે, ર પરંતુ ઈમારત ક્યારે ધરાશાયી થાય અને ભૂલકાઓ પર પડે તે કહેવું મુશ્કેલ છે. જો અકસ્માતે ઈમારત પડશે અને કોઈનો લાડકવાયો છીનવાય તે પૂર્વે તંત્ર જાગે તે જરૂરી બને છે.

Visit Saurashtra Kranti Homepage here

જીવ અને આરોગ્યના જોખમે શિક્ષણ…! અને

ભૂલકાઓ માથે મોત ઝળુંબતું હોય તેવા છતમાં પોપડા લટકતા ભૂલકાઓ રમી કઈ રીતે શકે તેવી મુંઝવણ વાલીઓને સતાવી રહી છે.જો કે આ સઘળી હકીકત ગ્રામજનો, ભૂલકાઓના વાલીઓને દેખાય છે, જવાબદાર અધિકારીઓને કેમ નથી દેખાતી તે સવાલ બની ગયો છે. અધૂરામાં પૂરું આંગણવાડીમાં ચોમાસામાં ઉભું ન રહી શકાય તેટલું પાણી છતમાંથી પડતું હોવાથી આખી ઈમારતમાં અર્થિંગ આવતું હોય બડાળકોની સલામતી માટે આંગણવાડી વર્કર ચોમાસા દરમિયાન ભાડે મકાન રાખી બાળકોને ભણાવે છે. છતાં જવાબદાર તંત્રના અધિકારીઓ આ આયોજનની ઈમારત હોવાથી બીજા મકાનનું ભાડું ન આપતા હોવાનું આંગણવાડી વર્કર ભાવનાબેન સી. શેખલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Read About Weather here

જર્જરિત ઈમારતને પાડી નવી ઈમારત ખડી કરવાનો 2 વર્ષ પૂર્વે ઠરાવ તંત્ર દ્વારા મંજૂર કરાયો છે. શરમની વાત તો એ છે કે, જે વિસ્તારમાં આંગણવાડી આવેલી છે તે વિસ્તારનું ગટરનું પાણી આંગણવાડી પાસે જ નિકાલ કરાતું હોવાથી બાળકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે. આંગણવાડી નજીક એટલી હદે ગંદકી ફેલાયેલી રહે છે કે ભૂલકાઓને દુર્ગંધનો સામનો કરવો પડે છે, ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ રહેતો હોવાથી રોગચાળાના ભરડામાં આવી રહ્યા છે, જેથી તંત્ર દ્વારા ઈમારતનું નવિનીકરણ કરવામાં આવે, આંગણવાડી પાસે રહેલી ગંદકી હટાવી રોગચાળો, મોતના મુખમાંથી ઉગારે તેવી વાલીઓની માંગ ઉઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here