જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાની શાખાઓમાં સરપ્રાઈઝ મુલાકાત

જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાની શાખાઓમાં સરપ્રાઈઝ મુલાકાત
જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાની શાખાઓમાં સરપ્રાઈઝ મુલાકાત
જિલ્લા પંચાયતની હિસાબી શાખાનું જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાએ સરપ્રાઈઝ વિઝીટ કરેલ હતી. કર્મચારી-અધિકારીની સંપૂર્ણ સમયસર હાજરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. બાદમાં તેમણે હિસાબી શાખામાં આવતા અન્ય શાખાના બિલોની ચકાસણી કરેલ હતી. કોઈ બિલો કારણ વગર શાખામાં પેન્ડીંગ ન રહે,બિલોમાં અધુરાશ કે વાંધા હોય તો તાકિદે જે તે શાખાને પરત કરવા અને સમય ન બગાડવા સુચના આપેલ હતી. બાદમાં તેમણે હિસાબોનું ક્લાસીફિકેશનની કામગીરી ચકાસી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ખાસ કરીને સ્વભંડોળમાં કોઈ ખોટા ખર્ચ ન થાય તેની તકેદારી રાખવા સુચના આપેલ હતી. રાજ્ય સરકાર જે તે ખર્ચની ગ્રાન્ટ આપતી હોય તેનો ખર્ચ સ્વભંડોળમાં ન પડે તેની તકેદારી રાખવા જણાવેલ હતું. સને 2022-23નું સુધરેલ અને સને 2013-24 નું બજેટ વહેલાસર તૈયાર કરવા સુચના આપી હતી. શાખામાં આવતી ટપાલો,બિલો,વ્યવસ્થિત રીતે ઈન્વર્ડ થાય,શાખામાં સ્વછતા રહે,રોકોર્ડનું ક્લાસીફિકેશન કરી યોગ્ય કાર્યવાહી કરવા હિસાબી અધિકારીનું ધ્યાન દોરેલ.

Visit Saurashtra Kranti Homepage here

અરજદારના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા અને સ્ટાફ કે અધિકારીને કોઈ મુશ્કેલી હોય તો જણાવવા પણ કહેલ. ચેરમેનની મુલાકાતથી હિસાબી શાખાના કર્મચારી ખુશ થયા હતા.વધુમાં કારોબારી ચેરમેન જિલ્લા પંચાયતની વિવિધ શાખામાં રૂબરૂ મુલાકાત લઈને કામની સમીક્ષા કરીને શાખા અધિકારી સાથે ચર્ચા વિચારણા કરીને રોજ 1 કલાક શાખાની મુલાકાત લઈને વિકાસલક્ષી કામોને વેગ આપવાની બાહેંધરી આપેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here