જામનગર થી અમૃતસર સુધી ગ્રીનફિલ્ડ કોરીડોર

જામનગર થી અમૃતસર સુધી ગ્રીનફિલ્ડ કોરીડોર
જામનગર થી અમૃતસર સુધી ગ્રીનફિલ્ડ કોરીડોર
સૌરાષ્ટ્ર અને ખાસ કરીને હાલાર તેમજ દેવભૂમી દ્વારકા જેવા જિલ્લાઓનું આર્થીક ચિત્ર પલ્ટી નાખે અને  વિપુલ તકો સર્જે એવી સાનદાર અને મહત્વપૂર્ણ ભેટ સૌરાષ્ટ્રને મળી રહી છે. જામનગરથી પંજાબના અમૃતસર સુધી રૂ.26000 કરોડના ખર્ચે વિશિષ્ટ ગ્રીન ફિલ્ડ કોરીડોર યોજના નિર્માણાધિન હોવાનું કેન્દ્રના માર્ગ વાહન વ્યવહાર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું હતું. ગ્રીનફિલ્ડ કોરીડોર હાઇ-વેનું કામ આગામી સપ્ટેમ્બર 2023 સુધીમાં પુરૂ થઇ  ધારણા છે એવું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. ગઇકાલે એમણે 26000 કરોડની આ અત્યતંત મહત્વ પૂર્ણ યોજનાની વિગતો મીડિયા સમક્ષ મુકી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ કોરીડોરથી સૌરાષ્ટ્રના અર્થતંત્રને જબરદસ્ત વેગ મળવાની શકયતા છે. નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે, અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરીડોર રૂ.26000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહયો છે. આ કોરીડોર નેશનલ  ઓર્થોરીટી ઓફ ઇન્ડિયાના મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરીડોર પ્રોજેકટનો એક હિસ્સો છે. એમને કહયું હતું કે, સંપૂર્ણ કોરીડોરનું કામ આવતા વર્ષ સુધીમાં પુરૂ કરી નાખવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે.

Read About Weather here

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ અને ખાસ કરીને જામનગર, રાજકોટ, દેવભૂમી દ્વારકા, કચ્છ જિલ્લાઓ માટે વિકાસની વિપુલ તકોનું નિર્માણ થશે અને રોજગારીની પણ બહોળા  શકયતાઓ સર્જાશે. ગડકરીને આશા છે કે, આ કોરીડોરથી નવી રોજગારી ઉભી થશે અને અર્થતંત્ર વધુ ચમકદાર બનશે. આ નવું કોરીડોર અમૃતસર, ભટિંડા, સાંગરિયા, બિકાનેર, સાંચોર, સામખિયાળી અને જામનગરને જોડશે.કેન્દ્રીય મંત્રીએ એવું પણ જાહેર કર્યુ હતું કે, બિકાનેરથી જોધપુર સુધીના 277 કિલોમીટર હાઇ-વેનું કામ વર્ષાતે પુરૂ થઇ જશે અને  ચાલુ થઇ જાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here