સિંગાપોરની તર્જ પર ગુજરાતના જામનગરમાં વિશાળ એવુ આ ઝૂ સિંગાપોર બાદ કોઇ ખાનગી કંપનીએ વિકસાવેલું એશિયાનું બીજુ ઝૂ હશે. ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટુ ઝૂ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બનાવવાની દિશામાં કામગીરી હવે પુરજોશમાં ચાલશે. જો કે કોવિડ-19ના કારણે ઉદભવેલી સ્થિતિને કારણે હવે આ પ્રોજેકટ તેની ટાઇમલાઇનમાં દોઢેક વર્ષ જેટલો મોડો ચાલી રહ્યો છે. હવે પરિસ્થિતિ થાળે પડતાં આ પ્રોજેકટ આગામી દોઢ વર્ષ એટલે કે 2023ના અંત સુધીમાં પૂર્ણ થશે. ગુજરાતનાં જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દુનિયાનુ સૌથી મોટુ ઝૂ બનાવવા જઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોની પરવાનગી મળ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 280 થી 300 એકરમાં દુનિયાનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનાવી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર, કોરોના મહામારીના કારણે આ પરિયોજનાને શરૂ કરવામાં મોડુ થયુ છે, આ ઝૂને ગ્રીન્સ ઝૂલૉજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ તરીકે ઓળખવામાં આવશે.આ પ્રોજેકટ અંગે RILના ડાયરેક્ટર ,કૉર્પોરેટ અફેર્સ, પરિમલ નથવાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રિલાયન્સ દ્વારા તેની સામાજીક જવાબદારીના ભાગરુપે વાઇલ્ડ લાઇફ સંવર્ધનની ભાવનાને પગલે આ આખોય પ્રોજેકટ હાથ ધરાઇ રહ્યો છે.
સિંગાપોરની જેમ બીજુ પ્રાઇવેટ ઝૂ બનાવવાના પ્રૉજેક્ટ પર અમે કામ શરૂ કરી દીધુ છે. આ દુનિયાનુ સૌથી મોટુ ઝૂ હશે. સિંગાપુરમાં બનેલા ઝૂથી વધુ મોટુ ઝૂ ભારતમાં હશે. જે લગભગ 280 એકરમાં બનશે. કોવિડની સ્થિતિને પગલે દોઢ વર્ષ કામગારી અટકી ગઇ હતી, અને હવે આ પ્રોજેકટ પૂરો થતાં વધુ દોઢેક વર્ષનો સમય લાગશે. ગ્રીન ઝુઓલોજીકલ ,રેસ્કયુ અને રીહેબીલીટેશન કિંગડમ હશે જેમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ મંજૂરીઓ અને દેખરેખ -નિયમ પાલન સાથે કામગીરી કરાશે. ફોરેસ્ટ વિભાગ હેઠળ જ તમામ કામગીરી થશે.
Read About Weather here
રિલાયન્સ જામનગરમાં જે વિશ્વનું મોટુ ઝૂ બનાવવા જઇ રહ્યુ છે, તે આખોય પ્રોજેકટ રિલાયન્સના ચેરમેન મુકેશ અઁબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી સંભાળશે તેમ અગાઉ રિલાયન્સે જણાવ્યુ હતુ. આ ઝૂમાં દુનિયાભરના પશુ અને પંખીઓ રાખવામાં આવ્યા છે અને તેમની સુરક્ષા પાછળ પણ યોગ્ય પ્રમાણમાં જરૂરી ખર્ચો કરવામાં આવે છે.સિગાપોરનું ઝૂ વર્ષ 1973માં બન્યુ હતુ અને આ ઝૂને તેની બનાવટ , સાચવણી અને વિવિધ પ્રાણી પક્ષીની પ્રજાતિની હાજરી, નાઇટ સફારી, રીવર સફારીના કારણે વિશ્વભરમાં જાણીતું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here