જામકંડોરણામાં કાલે શાહી સમૂહલગ્ન, તૈયારીઓને આખરીઓપ

જામકંડોરણામાં કાલે શાહી સમૂહલગ્ન, તૈયારીઓને આખરીઓપ
જામકંડોરણામાં કાલે શાહી સમૂહલગ્ન, તૈયારીઓને આખરીઓપ

સમગ્ર ગામ આકર્ષક રોશનીથી શણગારાયું, આવતીકાલે એક લાખ લોકોની હાજરીમાં 165 યુગલ લગ્નગ્રંથીથી જોડાશે

જામકંડોરણાખાતે આવતીકાલે શુક્રવારે યોજાનાર સમૂહ લગ્નોત્સવની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લડાયક ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં યોજાઈ રહેલ સમૂહ લગ્નોત્સવ લાગણીના વાવેતરના આયોજન માટે સમગ્ર તાલુકાની જનતામાં ભારે ઉતહ પ્રવર્તી રહ્યો છે.આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકોની હાજરીમાં 165 યુગલ લગ્નગ્રંથીથી જોડાનાર હોય સમગ્ર જામકંડોરણાને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે અને અત્યાર સુધીના આ સૌથી ભવ્ય શાહી સમૂહલગ્ન યોજવા આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ધારાસભ્ય અને જામકંડોરણા શિક્ષણધામના ચેરમેન જયેશભાઇ રાદડિયાના માર્ગદર્શન હેઠળ ચાર હજાર સ્વયંસેવકો રાત-દિવસ ઉજાગરા કરી રહ્યાં છે. આ શાહી સમૂહલગ્નોત્સવમાં લેઉવા પટેલ સમાજના રાજકીય-સામાજીક આગેવાનો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો તેમજ વેપાર-ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રના મહાનુભાવો ઉપરાંત એકલાખ લોકોની હાજરીમાં 165 યુગલ લગ્નજીવનના પંથે પ્રયાણ કરનાર છે. સમૂહલગ્નમાં જોડાનાર દરેક દીકરીને પાનેતરથી માંડી ઘરવખરીના તમામ સરસામાનની કુલ 123 સાઇટમ ઉપરાંત શ્રીમદ ભાગવત, ભગવત ગીતાજી તથા સાવજનું કાળજું પુસ્તક કરિયાવરમાં અર્પણ કરવામાં આવશે. જેમાં સોનાના દાણા બે નંગ, ફ્રીઝ, ડબલબેડના પલંગ, લાકડાના કબાટ, ડ્રેસિંગ ટેબલ, વરરાજાનું શૂટ, વરરાજાના બૂટ, પાનેતર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.સમુહગ્નમાં 165 વરરાજાના વરઘોડા તા.24મીએ બપોરે 2 વાગ્યે એકસાથે નિકળશે. આ વરઘોડામાં 25 વિન્ટેજ કાર, 50 ખુલ્લી જીપ્સી, વર2ાજાઓની મોટ2 કાર્સનો કાફલો ઉપરાંત ઘોડો જોડાશે તેમજ ડીજેના પાંચ વાહનો, ઢોલી મંડળીઓ અને બેન્ડવાજાના ગ્રુપ પણ જોડાશે. એક કલાક સુધી જામકંડોરણાના મુખ્ય હાઇ-વે ઉપર વરઘોડો ફર્યા બાદ લગ્નમંડપ સ્થળે પહોંચશે અને ત્યારબાદ લગ્નવિધિ અને અન્ય કાર્યક્રમો યોજાશે.આ સમુહલગ્નોત્સવમાં દરેક વર-ક્ધયા પક્ષના લોકો તેમજ સમાજના આમંત્રિત લોકો સહિત એક લાખ લોકોનો ભોજન સમારંભ પણ સાથે જ રાખવામાં આવેલ છે.

Read About Weather here

આ સમગ્ર વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જ 4 હજાર જેટલા સ્વયંસેવકો તૈયારી કરી રહ્યા છે.શાહી સમૂહ લગ્નોત્સવના આયોજક જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ સાતમાં સમૂહ લગ્નોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 165 વર-ક્ધયાના નામ નોંધાયા છે. સમાજના દાતાઓના સહકારથી દર વખતની માફક આ વખતે પણ ભવ્ય રીતે આ સમૂહ લગ્નોત્સવ યોજાશે. સમારોહના અધ્યક્ષસ્થાને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત રહેશે. જ્યારે લગ્ન સમારોહનું ઉદ્ઘાટન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ અને દાતા વસંતભાઈ ગજેરા, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી બટુકભાઈ મોવલીયા, સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ.-સુરતના પરસોતમભાઇ ગજેરા, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમખ રાજુભાઈ હિરપરા તથા બિલ્ડર્સ-રાજકોટવાળા વિપુલભાઈ ઠેસિયાના હસ્તે કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here