પોલીસે ઘટનાસ્થળેથી 42 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી છે. તેની પાસેથી બંદૂક મળી આવી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ગોળી કોણે અને શા માટે ચલાવી એ પણ સ્પષ્ટ નથી.શિન્ઝો આબેની છાતીમાં બે ગોળી વાગી હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. તેઓ પશ્ચિમ જાપાનના નારા શહેરમાં એક સભાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન ગોળી વાગતાં તેઓ અચાનક ઢળી પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થળ પર ગોળીબાર કરાયાનો અવાજ સંભળાયો હતો અને આબેના શરીરમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. તેમને છાતીમાં બે ગોળી મારવામાં આવી હતી. તેમની હાલત નાજુક છે અને તેઓ કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નથી.
Visit Saurashtra Kranti Homepage here
હાલમાં આબેની હાલત નાજુક છે, કારણ કે તેમનું ઘણું લોહી વહી ગયું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં, પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો કંઈક અવાજ સંભળાયો હતો. હાલ એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.જાપાનમાં રવિવારે અપર હાઉસની ચૂંટણી યોજાવાની છે. આબે નારા શહેરમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે સભા કરી રહ્યા હતા. હુમલા બાદ સ્થળ પરથી કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં સ્થળ પર અફરી-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
શિન્ઝો આબેએ વર્ષ 2020માં વડાપ્રધાનપદ પરથી રાજીનામું આપ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેમણે આવું કર્યું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. 67 વર્ષીય શિન્ઝો લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. આબે 2006-07 દરમિયાન વડાપ્રધાન રહ્યા હતા. આબેને એક આક્રમક નેતા તરીકે માનવામાં આવે છે. તેમને અલ્સેરટ્રેટિવ કોલાઇટિસ, આંતરડાની બીમારી હતી, જેના કારણે તેમને 2007માં વડાપ્રધાનપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
Read About Weather here
શિન્ઝો આબે સતત 2803 દિવસ (7 વર્ષ 6 મહિના) વડાપ્રધાન પદ પર રહ્યા હતા. આ રેકોર્ડ પહેલાં તેમના કાકા ઇસાકુ સૈતોના નામે હતો.પોલીસે જણાવ્યું છે કે એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. પીએમ મોદી અને શિન્ઝો આબે ઘણા પ્રસંગોએ એકબીજાને યાદ કરી ચૂક્યા છે. ગયા વર્ષે ભારતે શિન્ઝો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.જણાવવામાં આવી રહ્યું છે કે ભાષણ દરમિયાન આબેને પાછળથી ગોળી મારવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here