યુક્રેન પર રશિયાના હુમલાથી સ્થિતિ વધુ વણસી છે, અમેરિકા સહિત અન્ય મોટા દેશોની સરકારોની વ્યૂહાત્મક ભંડારમાંથી તેલ છોડવાની પ્રતિબદ્ધતા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ ઼૧૧૮ પર પહોંચી ગઈ છે. રશિયા અને યુક્રેનના યુદ્વની સીધી અસર ક્રૂડના ભાવ પર પડી છે, ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે વધારો થયો છે અને તેની કિંમતો સતત નવા રેકોર્ડ સ્તરે જઈ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
આજે કાચા તેલની કિંમત ૯ વર્ષથી વધુની ઊંચાઈએ પહોંચી ગઈ છે. ફેબ્રુઆરી ૨૦૧૩ પછી પહેલીવાર બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ ૧૧૮ ડોલરના સ્તરે પહોંચી છે.યુદ્ધનો ભય વધુ ઘેરો બન્યા પછી પણ, બ્રેન્ટ ક્રૂડ શેર અને અન્ય બજારોમાં એક દિવસ અગાઉની સરખામણીમાં $ ૫.૪૩ વધીને $ ૧૧૩.૪૦ પર પહોંચી ગયું છે. જયારે US S&P ૫૦૦ શરૂઆતના વેપારમાં ૦.૯ ટકા ઉપર હતો.
ફેડરલ રિઝર્વના ચીફ જેરોમ પોવેલે કોંગ્રેસ સમક્ષ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ સેન્ટ્રલ બેંક આ મહિને વ્યાજ દરો વધારવા માટે તૈયાર છે. ૨૦૧૮ પછી વ્યાજ દરમાં આ પ્રથમ વધારો હશે. આ સમાચારોને કારણે ગઈ કાલે યુએસ માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો અનેઆ પહેલા મંગળવારે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ના તમામ ૩૧ સભ્ય દેશો તેમના વ્યૂહાત્મક ભંડારમાંથી ૬૦ મિલિયન બેરલ તેલ છોડવા માટે સંમત થયા હતા.
Read About Weather here
યુક્રેન પર રશિયાના હુમલાને કારણે તેલના પુરવઠામાં કોઈ કમી નહીં રહે તેવો સંકેત ઓઈલ માર્કેટને આપવા માટે તેણે આ પગલું ભર્યું હતું. જો કે, આ પગલાથી તેલના બીજા સૌથી મોટા નિકાસકાર રશિયા તરફથી પુરવઠામાં વિક્ષેપ અંગેની ચિંતાઓ પણ ઓછી થઈ નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here