જાટાવાડામાં ગ્રામ્યદેવી અલ્કાદેવી માતાજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

જાટાવાડામાં ગ્રામ્યદેવી અલ્કાદેવી માતાજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
જાટાવાડામાં ગ્રામ્યદેવી અલ્કાદેવી માતાજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

ચાર દાયકા સુધી કર્મભૂમિ બનાવનારા તબીબ સ્વ ડો.ફતેહકરણ પાયકે આદરેલું કાર્ય પરિવારજનોએ પૂર્ણ કર્યું

મહાસુદ પૂર્ણિમાના તાલુકાના છેવાડાના પ્રાંથળ પંથકના હૃદયસમા જાટાવાડા ગામના સમસ્ત અઢારે વર્ણના આસ્થાના કેન્દ્ર સમાન ગ્રામદેવી અલ્કાદેવી માતાજી નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.શીતલા, કોલેરા અને કોરોના જેવી વિવિધ મહામારીઓ સહિત અનેક નાની-મોટી બીમારીઓમાં આસ્થા અને વિશ્ર્વાસના પ્રધાન કેન્દ્ર તરીકે અલ્કાદેવીનું સ્થાન લોક્માનસમાં અકબંધ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જાટાવાડા ગામ સહિત સમગ્ર પાંચાડાના શિરમોર તબીબ સ્વ. ડો. ફતેહકરણ ખેતદાન પાયકે સર્વે ગ્રામજનોની લોકલાગણીને માન આપીને માતાજીના નૂતન મંદિરનો સંક્લ્પ કર્યો. કોરોનાકાળ દરમિયાન મંદિરના નિર્માણ કાર્યનો આરંભ કરી દેવાયો હતો, પરંતુ કોરોનાની બીજી લહેર દરમિયાન ડો. પાયક અને તેમના ધર્મપત્ની નર્મદાબેનનું દુ:ખદ અવસાન થતાં અટકી પડેલા બાંધકામને તેમના પેતૃક વારસ એવા તરૂણદાન ગુલાબદાન પાયકે પૂર્ણ કરાવીને વડીલ વંદનાની આદર્શ ભાવના સાકાર કરી હતી.

મૂળ લોદ્રાણીના વતની અને જાટાવાડાને કર્મભૂમિ બનાવનારા સ્વ. ડો.ફતેહકરણભાઈ પાયકે આ પંથકમાં તબીબી ક્ષેત્રે ચાર દાયકા સુધી સ્વજન સમા તબીબ તરીકેની લોકચાહના પ્રાપ્ત કરી હતી. વ્યવસાય ઉપરાંત સ્વ. પાયક ગૌસેવા, ક્ધયાપૂજન, ગરીબ દીકરીઓને કરિયાવર, દરિદ્ર નારાયણોને વારે-તહેવારે ભોજન જેવી સેવાઓ ઉપરાંત તેમના વતન લોદ્રાણી ખાતે કુળદેવી સક્ત ખુબડ માતાજીના નૂતન મંદિરનું એકલા હાથે નિર્માણ કરાવીને જીવનપર્યંત આવા અનેક સામાજિક અને સેવા સત્કાર્યો દ્વારા જાટાવાડા સહિત સમગ્ર પાંથળ વિસ્તારના લોકોના હૃદયમાં અમીટ છાપ અંકિત કરી છે. તેમના પ્રત્યેક ભગીરથ કાર્યોમાં તેમના પત્ની સ્વ. નર્મદાબેને પણ તન-મનથી આજીવન સહકાર આપીને એક આદર્શ ગૃહિણીનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper here

આ નૂતન મંદિર પ્રાણાપ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વ. ડો. પાયકને યાદ કરી સર્વે ગ્રામજનોએ આયોજન ખભેખભા મિલાવીને સંપન્ન કર્યું હતું. સમગ્ર ગામ ધુમાડા બંધ જમાડવામાં આવ્યું હતું. જેના ખર્ચ અને આગામી વિકાસલક્ષી આયોજનો હેતુ ગ્રામજનો દ્વારા અંદાજીત 8 લાખ જેટલી ધનરાશિ એકત્ર કરાઇ હતી.આ કાર્યક્રમમાં નિવૃત્ત નૌસેના અધિકારી કિરીટદાન ગઢવી, ભરતદાન ગઢવી, લોકસાહિત્યકાર મોરારદાન મૈયા, લેખરાજભાઇ પાયક, ચંદ્રભાનુ પાયક, ભગવતીદાન પાયક, રવીદાન પાયક, ગિરધરદાન પાયક, સાત્વિકદાન ગઢવી, મયુરદાન ગઢવી, સુધીરદાન પાયક, રૂદ્રેશદાન પાયક સહિતના ઉપસ્થિત રહ્યા હતા.આયોજન સફળ બનાવવા ગ્રામજનો વતી સરપંચ હરેશભાઇ પટેલ, પૂર્વ સરપંચ હકુભા વાઘેલા, સમરથસિંહ વાઘેલા, વરસાંગભાઇ ચૌહાણ, અરજણપુરી ગોસ્વામી સહિત ગામના સર્વે સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. આચાર્યપદે શાસ્ત્રી ભરતભાઇ દવે (નાની રવ) રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here