જરૂરિયાતમંદ લોકો માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો

જરૂરિયાતમંદ લોકો માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો
જરૂરિયાતમંદ લોકો માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો

356 જેટલા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તથા નગરપાલિકા ઉપલેટા દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ઈ-શ્રમ કાર્ડ વિનામૂલ્યે કાઢી આપવાના કેમ્પનું આયોજન ઉપલેટા ખાતે શહેરની ભગવતસિંહજી ક્ધયા શાળા ખાતે યોજાયેલ હતું જેમાં સવારથી સાંજ સુધીમાં કુલ 358 જેટલા લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

Read Saurashtra Kranti E-Paper here

આ કેમ્પના આયોજક એવા જયેશભાઈ ત્રિવેદી તથા વિક્રમસિંહ સોલંકીએ જણાવેલ કે આ કેમ્પમાં ઇન્ટરનેટના માધ્યમથી ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવા માટે પાંચ જેટલા કાઉન્ટર ખોલવામાં આવેલ હતા.

Read About Weather here

આ કેમ્પમાં આશીર્વચન આપવા માટે હવેલી સંપ્રદાયના વંદનીય બાવશ્રી એવા પુ. મિલન બાવા ઉપસ્થિત રહેલ હતા જ્યારે કેમ્પના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા ઉપલેટાના યુવા પ્રમુખભાઈ મયુર સુવા, ઉપપ્રમુખ મંજુલાબેન માકડીયા, કા.ચેરમેન જેન્તીભાઈ ગજેરા, ભાજપ અગ્રણી એવા જેન્તીભાઈ ઢોલ, ઉપલેટા નગરશેઠ અમિતભાઈ શેઠ, ઉપલેટા માર્કેટીંગ યાર્ડના ચેરમેન, જયંતિભાઇ બરોચીયા, ઉદ્યોગપતિ એવા હકુભા વાળા, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાદરીયા, પરેશભાઈ ઉંચદળિયા, જીગ્નેશભાઈ ડેર, વેપારી આગેવાન નીલુભાઈ ગોંધિયા, ઉપલેટા શહેરના સુધરાઈ સભ્યો જેવા અનેક શહેર અને જિલ્લાના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલ હતા.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here