જયપુરમાં પત્નીએ પતિનું ગળું દબાવીને હત્યા કરી…!

જયપુરમાં પત્નીએ પતિનું ગળું દબાવીને હત્યા કરી…!
જયપુરમાં પત્નીએ પતિનું ગળું દબાવીને હત્યા કરી…!
પત્નીએ રાતના સમયે અન્ય વ્યક્તિને ઘરમાં બોલાવીને હત્યા કરી. જયપુરમાં પત્ની પર ગળું દબાવીને પતિની હત્યા કરવાનો આરોપ છે.  માનસરોવર પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાની ફરિયાદ પર રવિવારે FIR દાખલ કરવામાં આવી.પોલીસે જણાવ્યું હતું કે બિલવા શિવદાસપુરામાં રહેતા ધર્મસિંહ મીના (50)એ કેસ કર્યો છે. તેઓ એક ફાર્મ હાઉસમાં કામ કરે છે અને ફાર્મ હાઉસમાં બનેલા ઘરમાં જ પુત્ર રવિ અને પુત્રી સંતોષી સાથે રહેતા હતા. BA ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતો રવિ (21)ની નવેમ્બર 2020માં સાંગાનેરમાં રહેતા સુમન (18) સાથે લગ્ન થયા હતા. 12માં ધોરણમાં ભણતી સુમન પોતાનાં મમ્મી-પપ્પાની સાથે રહેતી હતી. લગ્ન પછી ક્યારેક ક્યારેક સાસરે આવતી હતી.મૃતકની બહેન સંતોષીનો આરોપ છે કે 12 માર્ચે સુમનને કોલ કરીને રવિને સાસરે લઈ જવા કહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

યુવકના ગળાના ભાગે ઈજાનાં નિશાન.

રાત્રે લગભગ 8 વાગ્યે રવિ પત્ની સુમનને લઈને ઘરે આવ્યો હતો. હું કામ કરીને ઘરે પાછી આવી ત્યાં સુધીમાં સુમને લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો. એ બાદ મેં, પપ્પા અને ભાઈએ ખાધું. બે-ત્રણ વખત સુમનને પણ જમવાનું કહ્યું, પરંતુ મન ન હોવાનું કહીને ખાવાનો ઈનકાર કરી દીધો. પિતા ધર્મસિંહ બહારના રૂમમાં અને હું પાછળના રૂમમાં સૂવા જતા રહ્યાં. રવિ અને સુમન બીજા ઓરડામાં જતાં રહ્યાં. લોટમાં ઊંઘની ગોળીઓ હોવાને કારણે બધા જ ગાઢ નિંદરમાં સૂઈ ગયા.મૃતકની બહેન સંતોષીનું કહેવું છે કે રાત્રે લગભગ 12:30 વાગ્યે ગેટ ખોલવાનો અવાજ આવ્યો, પરંતુ ઊંઘ ન ઊડી. સવારે લગભગ 7 વાગ્યા સુધી ભાઈ-ભાભીનો રૂમ અંદરથી બંધ હતો. અવાજ કર્યો છતાં ગેટ ન ખોલ્યો. થોડીવાર પછી સુમન રૂમમાં આવી અને કહેવા લાગી આ શું થઈ ગયું.

યુવક-યુવતી હાલ ભણી રહ્યાં હતાં.

રૂમમાં જઈને જોયું તો રવિ બેડ પર બેભાન પડ્યો હતો. તેના ગળાના ભાગ પર ઈજાનાં નિશાન હતાં. સાકેત હોસ્પિટલમાં ભાઈને લઈ ગયા, જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યો. આરોપ છે કે ભાઈ રવિની હત્યાનું સુમન પ્લાનિંગ કરીને આવી હતી. લોટમાં ઊંઘની ગોળીઓ નાખીને બધાને ગાઢ નિંદરમાં સૂવડાવી દીધા અને કોઈને રાત્રે ઘરમાં ઘુસાડીને ગળું દાબી દીધું. ભાઈ રવિની હત્યા કરીને તેને પાછો મોકલી દીધો. જે રાત્રે મળવા આવી એ રાત્રે ભાઈ રવિનું મોત થઈ ગયું, જ્યારે કે અંદરથી બંધ રૂમમાં તેઓ બે જ હતા.

Read About Weather here

મૃતકની બહેન સંતોષીનું કહેવું છે કે પરિવારે રવિની પત્ની સુમનને આ અંગે પૂછ્યું. સુમને કહ્યું કે મોડી રાત્રે પતિ રવિએ ઓઢવાનું લઈને ફંદો લગાવી લીધો. તેની ઊંઘ જ્યારે ખૂલી તો તેને પતિના લટકેલો જોયો. તેને ફંદા પરથી રવિને નીચે ઉતાર્યો અને બેડ પર સૂવડાવી દીધો. રવિના અંતિમસંસ્કાર પછી સુમન પોતાના પિયર ચાલી ગઈ છે.SSO દિલીપ કુમાર સોનીએ કહ્યું હતું કે જે-તે સમયે ફંદો લગાવીને સુસાઈડનો મામલો સામે આવ્યો હતો. પરિવારના લોકો લાશ લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. . FSL રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે.રવિના પોસ્ટમોર્ટમ કરીને FSL માટે મોકલી દેવાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here