જમ્મુ-કાશ્મીરમાં પોલીસ ટીમ પર હુમલો

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ ટીમ પર હુમલો
જમ્મુ-કાશ્મીરમાં પોલીસ ટીમ પર હુમલો

ઠાર થયેલો આતંકી આકીબ બશીર. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલો હતો

બીજા આતંકવાદીની શોધખોળ શરૂપોલીસના જણાવ્યા મુજબ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે અને ઘટના સ્થળેથી ભાગેલા બીજા આતંકીને પકડવા માટે શોધખોળ શરૂ કરી દેવાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ ટીમ પર હુમલો એવા સમયે થયો જ્યારે સુરક્ષા દળના લોકો નાગરિકોની થઈ રહેલી હત્યાને પગલે હાઈએલર્ટ પર છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે માર્યો ગયેલા આતંકવાદી પાસેથી હથિયાર અને મોટા પ્રમાણમાં દારૂગોળો મળ્યાં છે. તેની પાસેથી એક આઈડી પણ મળ્યું છે,

જેનાથી ખ્યાલ આવ્યો કે તે ટ્રેન્જ શોપિયાંનો રહેવાસી હતો. તેનું નામ આકીબ બશીર હતું અને તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલો હતો.

એક વર્ષથી ગુમ હતો આકિબઆકિબના ભાઈ ઈશફાકે તેની ઓળખ કરી છે. તેને કહ્યું કે 24 વર્ષનો આકિબ લગભગ એક વર્ષથી ગુમ હતો. છેલ્લી વાર તે 12 નવેમ્બર 2020નાં રોજ જોવા મળ્યો હતો. પરિવારને ઈમામ સાહેબ શોપિયાંમાં તે ગુમ થયો હોવાની ફરિયાદ પણ કરી હતી.

કાશ્મીર શ્રીનગરના નાટીપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ શુક્રવારે રાત્રે પોલીસ ટીમ પર હુમલો કર્યો. જવાબી કાર્યવાહીમાં લશ્કરનો એક આતંકી ઠાર થઈ ગય,. જ્યારે તેનો સાથી ભાગવામાં સફળ રહ્યો.

સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યાં છે આતંકીઓકાશ્મીરમાં છેલ્લાં એક સપ્તાહમાં આતંકીઓએ 5 લોકોની હત્યા કરી છે. જેમાં શ્રીનગરમાં એક કાશ્મીરી પંડિત જે દવાના વેપારી હતા,

એક કાશ્મીરી પંડિત જે ટીચર હતા, શીખ સમુદાયની મહિલા કે જેઓ પ્રિન્સિપાલ હતા, એક બિહારનો રહેવાસી જે સ્ટ્રીટ વેન્ડર હતા અને બાંદોપોરાના એક નાગરિક સામેલ છે. આ હત્યાઓથી વેલીમાં શીખ અને કાશ્મીરી પંડિતોમાં ડર જોવા મળી રહ્યો છે.

કાશ્મીરમાં સામાન્યલોકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે જેમાં સ્કૂલમાં બે શિક્ષકની હત્યા પછી ગૃહ મંત્રી અમિત શાહે પોતાની ઓફિસમાં લગભગ ત્રણ કલાક સુધી બેઠક કરી હતી.

અમિત શાહે મનોજ સિન્હાને દિલ્હી બોલાવ્યાસરકાર સાથે જોડાયેલાં સૂત્રો મુજબ કાશ્મીરમાં સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવીને થઈ રહેલા હુમલાઓને કારણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને દિલ્હી બોલાવ્યા છે.

બંને શનિવારે આ મુદ્દે ચર્ચા કરી શકે છે. ગૃહ મંત્રી ગુજરાતથી દિલ્હી પરત ફરશે તે બાદ તેમની બેઠક મળી શકે છે. મનોજ સિન્હા શનિવારે સવારે દિલ્હી પહોંચ્શે.સ્કૂલમાં હુમલા પછી શાહે કરી હાઈ લેવલ મીટિંગ

જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા, ગુપ્તચર વિભાગના ડાયરેક્ટર અરવિંદ કુમાર, BSFના ડાયરેક્ટર જનરલ પંકજ સિંહ, CRPFના ચીફ કુલદીપ સિંહ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Read About Weather here

બેઠકમાં જવાબી કાર્યવાહીના રોડમેપ પર ચર્ચા કરાઈ કરવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here