ખોટા આક્ષેપો કરનાર ચારેય રાજકીય નેતાઓને આક્ષેપો પાછા ખેંચી માફી માંગવા પૂર્વ મુખ્યમંત્રી દ્વારા નોટીસમાં તાકીદ
કોંગ્રેસનાં આગેવાનોએ ગુનાહિત કાવતરૂ રચી દેશ- વિદેશમાં આબરૂ અને પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા બદઈરાદે ખોટા આક્ષેપો કર્યા છે: વિજય રૂપાણી
રાજકોટમાં અને આસપાસનાં વિસ્તારોમાં સહારા કંપનીની જમીનમાં હેતુફેર કરીને રૂ.500 કરોડનું નાણાંકીય કૌભાંડ આચરવાનું આક્ષેપ કરનારા કોંગ્રેસનાં ચાર નેતાઓ વિરૂધ્ધ આકરી કાનૂની કાર્યવાહી શરૂ કરતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પર આક્ષેપો કરનારા કોંગ્રેસનાં તમામ આગેવાનોને બદનક્ષીની કાનૂની નોટીસ ફટકારી છે.
જેમાં કોંગ્રેસનાં નેતાઓને ખોટા અને વાહિયાત આક્ષેપો પાછા ખેંચી લેવા અને દિવસ 15માં માફી માંગી લેવા તાકીદ કરવામાં આવી છે.
Read National News : Click Here
કોંગ્રેસનાં આગેવાનોને ફટકારવામાં આવેલી બદનક્ષીની કાનૂની નોટીસમાં અરજદાર રૂપાણીએ દર્શાવ્યું છે કે, કોંગ્રેસનાં આગેવાનો સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે.ચાવડા અને વિપક્ષી કાર્યાલયનાં અંગત મદદનીશ દ્વારા ભાજપનાં નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિરૂધ્ધ જમીન કૌભાંડનાં આક્ષેપો કરવામાં આવ્યા હતા.
હકીકતે સમગ્ર ગુજરાત અને રાજકોટમાં અમો એક આબરૂદાર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ. સમાજનાં એક નિષ્ઠાવાન આગેવાન છીએ અને જાહેર જીવનમાં આબરૂદાર તરીકે છાપ ધરાવીએ છીએ. જાહેર જીવનમાં અમારી સામે આજદિન સુધી એકપણ આક્ષેપ લાગ્યો ન હોય, જેનાથી ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ શહેરમાં વસતા લોકોમાં એક સ્વચ્છ અને સાફ છબી ઉભી કરી છે.
બદનક્ષી નોટીસમાં અરજદાર રૂપાણીએ જણાવ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય અને પ્રજાનાં પ્રતિનિધિ તરીકે સેવા આપતા હોય અને રાજકોટ તથા ગુજરાત માટે હંમેશા કાર્યરત રહેતા હોય, સમાજ સેવામાં 108 નું બિરુદ મેળવ્યું છે.
પણ કોંગ્રેસનાં આગેવાનોએ એકબીજા સાથે મિલાપીપણું કરી, ગુનાહિત કાવતરું રચી, ગેરકાયદેસર રીતે દેશ- વિદેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડી સમાજમાં વર્ષોથી રહેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઇરાદાપૂર્વક નુકશાન પહોંચાડવાના ઈરાદે ગેરકાયદેસરનાં કૃત્યો કરેલ છે. તેના હિસાબે રાજકીય કારકિર્દી ક્ષેત્ર, સામાજીક ક્ષેત્રે પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણામાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ હોય કોંગેસનાં તમામ આગેવાનોને બદનક્ષીની નોટીસ પાઠવેલ છે.
Read About Weather here
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગરિમા, પ્રતિષ્ઠા અને આબરૂને નુકશાન પહોંચાડવાના બદઈરાદે કોઈપણ જાતનાં આધાર પુરાવા વિના વિરોધ પક્ષનાં નેતા શ્રી નું કાર્યાલય, ગુજરાત વિધાનસભા ગાંઘીનગર વાળા લેટર હેડ મારફત ગત તા.22/2/2022ની અખબારી યાદીમાં ‘રૂ.500 કરોડથી વધુ રકમનું નાણાંકીય કૌભાંડ આચરવાના ઉદ્દેશથી અપાયેલ
ઝોન ફેરફારની મંજૂરીઓ તાત્કાલિક અસરથી રદ કરો- વિધાનસભા વિરોધપક્ષનાં નેતા સુખરામ રાઠવા’ તથા ‘ખાનગી કંપનીઓમાં નાગરિકોનાં ફસાયેલ નાણા પરત અપાવવા ખાનગી કંપનીની જમીનમાં શ્રીસરકાર દાખલ કરો- વિધાનસભા વિપક્ષનાં ઉપનેતા શૈલેષ પરમાર’ તથા ‘સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ બિલ્ડરો, પૂર્વ મુખ્યમંત્રીશ્રી તથા ભાજપનાં આગેવાનોની સીબીઆઈ મારફત તપાસ કરાવો- કોંગ્રેસ પક્ષનાં દંડક સી.જે.ચાવડા’ જેવા હેડીંગો હેઠળ ગુજરાત સરકારનાં પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી ઉપર ભ્રષ્ટાચારનાં તથ્ય વિહિન અને તદ્દન ખોટા આક્ષેપો કરેલ છે. આ રીતે આવા ખોટા અને વાહિયાત આક્ષેપો કરવામાં આવતા દિવસ 15 માં માફી માંગી લેવા અને આક્ષેપો પાછા ખેંચવા એ તમામ કોંગ્રેસી આગેવાનોને બદનક્ષીની નોટીસ પાઠવવામાં આવી છે.
આ કામમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરફે એડવોકેટ અંશ અભયભાઈ ભારદ્વાજ તથા અમૃતા ભારદ્વાજ રોકાયા છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here