જમીન પર સૂઇ ગયો કોહલી…!

જમીન પર સૂઇ ગયો કોહલી…!
જમીન પર સૂઇ ગયો કોહલી…!
વિકેટકીપર ઈશાન કિશને જોની બેયરસ્ટોની જેમ જેસન હોલ્ડરને આઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે પહેલી ટેસ્ટ ત્રીજા દિવસે જ 141 રન સાથે જીતી લીધી. મેચમાં 171 રન બનાવનાર યશસ્વી જયસ્વાલ અને 12 વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિન ટીમ ઈન્ડિયાના હીરો રહ્યા હતા. મેચના ત્રીજા દિવસે વિરાટ કોહલીનો ડાન્સ જોવા મળ્યો.જ્યારે પ્રથમ 2 દિવસમાં મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલના ડાઇવિંગ કેચ અને યશસ્વી-ઇશાનને ડેબ્યૂ કેપ મેળવવા જેવી મોમેન્ટ્સ જોવા મળી હતી.

Read About Weather here

આગળ આપણે મેચના ત્રણેય દિવસની ટોપની મોમેન્ટ્સ જાણીશું. ભારતનો પ્રથમ દાવ ડિકલેર કર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ તેની બીજી ઈનિંગ રમવા ઉતરી હતી. થોડી ઓવરો પછી, ડ્રિંક બ્રેક હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બ્રેક દરમિયાન ગ્રાઉન્ડ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. બ્રેક દરમિયાન સ્ટેડિયમમાં ગીત વાગી રહ્યું હતુ, વિરાટે તેની મજા માણી અને ડાન્સ કરવા લાગ્યો.બીજા સેશનમાં વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી જમીન પર સૂઈ ગયો હતો.

ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ દરમિયાન તે મેદાન પર સૂતો જોવા મળ્યો હતો, જ્યારે મેદાન પર હતો ત્યારે વિરાટ પણ હસતો જોવા મળ્યો હતો. વિરાટની ફની સ્ટાઈલ કેમેરામાં કેદ થઈ હતી અને હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં ભારતના વિકેટકીપર ઈશાન કિશને જેસન હોલ્ડરને બે વખત સ્ટમ્પ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું સ્ટમ્પિંગ નિષ્ફળ રહ્યું હતું, પરંતુ આ પ્રયાસ એશિઝ શ્રેણીમાં જોની બેરસ્ટોના પ્રખ્યાત સ્ટમ્પિંગ વિવાદની યાદ અપાવે છે.

પ્રથમ ઘટના રમતની 31મી ઓવરમાં બની હતી. હોલ્ડર રવિન્દ્ર જાડેજા સામેનો કટ શોટ ચૂકી ગયો હતો. વિકેટની પાછળ ઊભા રહીને કિશને હોલ્ડરના ક્રિઝમાંથી બહાર આવવાની રાહ જોઈ અને પછી સ્ટમ્પ થઈ ગયો. જોકે ત્રીજા અમ્પાયરે રિપ્લેમાં જોયું કે સ્ટમ્પિંગ દરમિયાન હોલ્ડરનો પગ ક્રિઝની અંદર હતો, તેથી તે નોટઆઉટ રહ્યો.એશિઝની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરે ઈશાનની જેમ ઈંગ્લિશ વિકેટકીપર જોની બેયરસ્ટોને આઉટ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેના પર ભારે વિવાદ થયો હતો.પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહ્યા બાદ ઈશાને 33મી ઓવરમાં પણ હોલ્ડરને આઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરના છેલ્લા બોલ પર હોલ્ડર ક્રિઝની બહાર ગયો અને ઈશાને સ્ટમ્પિંગ કર્યું. પરંતુ કિશને બોલ સ્ટમ્પને ફટકાર્યો ત્યાં સુધીમાં અમ્પાયરે ઓવર પૂરી થવાનો સંકેત આપી દીધો હતો. ઈશાનને લાગ્યું કે અમ્પાયરે ઓવર પૂરી થવાનો સંકેત આપ્યો ન હતો. બાદમાં મેદાન પરના અમ્પાયરોએ કિશનને કહ્યું કે તેણે સ્ટમ્પિંગ પહેલા જ ઓવરનો સંકેત આપી દીધો હતો. આખરે આ નિર્ણય નોટઆઉટ રહ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here