જનભાગીદારીની ગ્રાન્ટ સત્વરે ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા વિપક્ષીનેતા

જનભાગીદારીની ગ્રાન્ટ સત્વરે ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા વિપક્ષીનેતા
જનભાગીદારીની ગ્રાન્ટ સત્વરે ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા વિપક્ષીનેતા

રાજ્ય સરકારે જાહેર કરેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારીની ગ્રાન્ટ સત્વરે ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા વિપક્ષીનેતા

મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓએ મુખ્યમંત્રી અને રાજ્યમંત્રીએ કરેલ જાહેરાતનો આભાર તો માની લીધો પરંતુ હજી ગ્રાન્ટ નથી મળી તેનું શું?: ભાનુબેન સોરાણી

મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત જનભાગીદારીના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જનભાગીદારીની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય અમારી અનેકવિધ રજૂઆતો અન્વયે 2021-22ના નાણાંકીય વર્ષના અંતે છેક 11 માસ બાદ કર્યો છે જેમાં રાજ્ય સરકાર દ્વારા વિલંબ અંતે પ્રજાની સુવિધા વિકાસ કલ્યાણ લક્ષી કાર્યો ન થઇ શક્યા, હવે શું ફક્ત 28 દિવસમાં જ જનભાગીદારીના કાર્યો થશે?

Read National News : Click Here

મુખ્યમંત્રી તથા રાજય કક્ષાના શહેરીવિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયાએ સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીના જુદા જુદા કામો માટે મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડના મળી કુલ રૂ. 32.5477 કરોડના કુલ 328 કામો સુચવવામાં આવેલ જે રાજ્ય સરકારના મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા તમામ કામોને અને આ માટે 70% મુજબ રૂ. 22.7839 કરોડની ગ્રાન્ટ ફાળવવાની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ હતી જે નાણા ફાળવવા ફક્ત જાહેરાત કરેલ છે હજુ સુધી મહાનગરપાલિકાના એકાઉન્ટમાં એકપણ રૂપિયો જમા થયેલ નથી અને કોઈ જ ગ્રાન્ટ મળેલ નથી

Read About Weather here

આથી મુખ્યમંત્રીને જન ભાગીદારીના કામો માટે સત્વરે જાહેરાત કરેલ ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી છે જેથી મહાનગરપાલિકાના તમામ વોર્ડના કામોને વેગ મળી શકે તેવું ભાનુબેન સોરાણીએ અંતમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here