મંગળવારે રાત્રે સતત વરસતા વરસાદમાં અધિકારીઓ ખડેપગે રહી
જુદા-જુદા વોર્ડમાં મેટલ પેચ અને મોરમ પાથરવાની કામગીરી પુરજોશમાં: મ્યુ.કમિશનર
શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં રસ્તાના મેટલ મોરમ પેચ વર્ક, ડ્રેનેજ મેનહોલ ડીશિલ્ટીંગ, પાણી નિકાલ અને મોરમ પાથરવા સહિતની કામગીરી
Visit Saurashtra Kranti Homepage here
રાત્રીના સમયમાં પણ કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાના આદેશ અનુસાર વરસાદ પહેલા, ચાલુ વરસાદે અને વરસાદ બાદ તુરંત જ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગઈકાલ રાતે જંગલેશ્ર્વરના નીચાણવાળા વિસ્તારમાં કોર્પોરેશનાના અધિકારીઓ ખડે પગે રહી આશરે 150 જેટલા લોકોનું શાળા નં. 70માં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કમિશ્ર્નર જણાવ્યું હતું
કે, શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વરસાદના કારણે મેનહોલમાં ફસાયેલ કચરાને તાત્કાલિક સાફ કરવામાં આવેલ છે, પોપટપરા નાલામાં તાત્કાલિક સફાઈ કામગીરી કરવામાં આવી હતી
તેમજ ચાલુ વરસાદે પણ સફાઈ કર્મચારી દ્વારા મેનહોલ ચોખ્ખી રાખવાની કામગીરી કરવામાં આવી હતી, જેનાથી વરસાદી પણ સરળતાથી વહી જાય અને પાણીનો સંગ્રહ ન થાય. વોર્ડ નં. 02માં ગાંધીજીના સ્ટેચ્યુની
સામેના વિવિધ વિસ્તારમાં, વોર્ડ નં. 03માં મોચી બજાર, કોર્ટ ચોક વિગેરે વિસ્તારો, વોર્ડ નં. 07માં સોની બજારના વિસ્તારોમાં વિવિધ રોડ રિસ્ટોરેશનનની
કામગીરી, વોર્ડ નં. 17માં સુભાષનગર સહિતના વિસ્તારો તેમજ વોર્ડ નં. 14માં 80 ફૂટ રોડ ખાતે મેટલ/મોરમ પેચ કામ તથા પેવીંગ બ્લો્ક રીપેર કરવાની કામગીરી કરવામાં આવી છે.
ઈસ્ટ ઝોનના વિવિધ વિસ્તારો જેમાં આજી ૠઈંઉઈના મુખ્ય માર્ગો, વોર્ડ નં. 18માં કોઠારીયા વિસ્તારના વિવિધ વિસ્તારો, વોર્ડ નં. 04માં રાધા-મીર રોડ પર રોડ રિસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હાલ જે જે રસ્તા પર આવશ્યક જણાય છે તે તમામ રોડ રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. ગઈરાતે ભારે વરસાદના કારણે વોર્ડ નં. 16ના જંગલેશ્ર્વરના નીચાણવાળા
વિસ્તારમાં કોર્પોરેશનાના અધિકારીઓ ખડે પગે રહી આશરે 150 જેટલા લોકોનું શાળા નં. 70માં સ્થળાંતર કરવામાં આવેલ જે સવારે પાછા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા.
Read About Weather here
વોર્ડ નં. 06માં આવેલ રાંદરડા – પ્રદ્યુમન પાર્ક પાસે વરસાદી પાણી સરળતાથી વહી જાય તે માટે ગાંડીવેલ દુર કરી સફાઈ કામગીરી કરવામાં આવી હતી.(1.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here